ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો
April 08, 2025

ભારતીય શેર બજાર મંગળવારે ટ્રમ્પના ટેરિફના ડરથી બહાર આવતું જોવા મળી રહ્યું છે. સોમવારે ભાડે કડાકા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળું સેન્સેક્સ માર્કેટ ખુલતાં જ 1200 અંક ઉછાળો થયો હતો. જોકે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ 350 અંકનો જોરદાર વધારા સાથે શરૂઆત થઈ હતી. આ દરમિયાન Tata Steel, Tata Motors થી લઈને Adani Ports સુધીના શેર ગ્રીન ઝોનમાં વેપાર કરતા જોવા મળ્યા.
શેર બજારમાં તેજી વચ્ચે Titan (5.01%), Adani Ports (3.64%), Bajaj Finserve (3.05%), Tata Steel, (3.02%), Axis Bank (3%), Tata Motors (3.24%), SBI (2.79%), Zomato (2.22%), IndusInd Bank(2.06%), Reliance (1.20%) ના ઉછાળા સાથે વ્યાપાર કરતા જોવા મળ્યાં.
સોમવારે શેર બજારમાં પહેલાંથી જ તેજીના સંકેત મળવા લાગ્યા હતાં. જાપાન અને હોંગકોંગના શેર બજારોમાં તોફાની તેજી જોવા મળી હતી. વળી, Gift Nifty ની શરૂઆતી કારોબારમાં લગભગ 400 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જાપાનના નિક્કેઈમાં 7% નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. Hongkong HangSang Index પણ લગભગ 3% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
ભારતીય શેર માર્કેટમાં ગઈકાલે (સોમવારે) જોરદાર કડાકો થયો હતો. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી ધરાશાયી થઈ ગયા હતાં. BSE નો સેન્સેક્સ 71,449 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 75,364.69 થી નીચે ગયો અને ટૂંક સમયમાં 71,425 ના સ્તરે આવી ગયો. જોકે અંતમાં થોડી રિકવરી જોવા મળી, છતાં BSE સેન્સેક્સ 2226.79 પોઈન્ટ અથવા 2.95 ટકા ઘટીને 73,137.90 પર બંધ થયો હતો.
સેન્સેક્સની જેમ, નિફ્ટી પણ ટ્રેડિંગ દિવસે 21,758 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 22,904 થી નીચે હતો. દિવસ દરમિયાન તે લગભગ 1,000 પોઈન્ટ ઘટીને 21,743 પર પહોંચ્યો. અંતે, NSE નિફ્ટીએ પણ થોડો સુધારો દર્શાવ્યો અને 742.85 પોઈન્ટ અથવા 3.24 ટકાના ઘટાડા સાથે 22,161.60 ના સ્તરે બંધ થયો.
Related Articles
ટેરિફ રાહતથી શેરબજાર ખુશખુશાલ! સેન્સેક્સ 1750 પોઈન્ટ ઉછળ્યો, મૂડીમાં 9 લાખ કરોડનો વધારો
ટેરિફ રાહતથી શેરબજાર ખુશખુશાલ! સેન્સેક્સ...
Apr 15, 2025
શેરબજારમાં ઉથલ-પાથલ વધી, સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 22400 અંદર, IT શેર્સ કડડભૂસ
શેરબજારમાં ઉથલ-પાથલ વધી, સેન્સેક્સમાં 40...
Apr 09, 2025
શેરબજારમાં 'બ્લડ બાથ'... 20 લાખ કરોડ સ્વાહા: સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકાના 5 કારણો
શેરબજારમાં 'બ્લડ બાથ'... 20 લાખ કરોડ સ્વ...
Apr 07, 2025
શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3915 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 1150 પોઇન્ટનો કડાકો
શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3915 પોઇન્ટ...
Apr 07, 2025
સેન્સેક્સ 474 પોઈન્ટ સુધર્યો, નિફ્ટી 23300 નજીક, રિયાલ્ટી- આઈટી શેર્સમાં ખરીદી વધી
સેન્સેક્સ 474 પોઈન્ટ સુધર્યો, નિફ્ટી 233...
Apr 02, 2025
Trending NEWS

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025