2025માં SCને ત્રણ ચીફ જસ્ટિસનો લાભ મળશે, સાત જજ રિટાયર થશે
January 04, 2025
ચાલુ વર્ષે સુપ્રીમ કોર્ટને ત્રણ ત્રણ ચીફ જસ્ટિસ મળવાના છે. 10 નવેમ્બર 2024થી મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કરી રહેલા જસ્ટિસ સંજીવ ખન્ના મેના રોજ નિવૃત્ત થવાના છે. તેમના પછી બીઆર ગવઈ મુખ્ય ન્યાયાધીશ બનશે અને તેમનો કાર્યકાળ 23 નવેમ્બરે પૂરો થશે. પછી જસ્ટિસ સૂર્યકાંત ચીફ જસ્ટિસ બનશે. આ ઉપરાંત, ચાલુ વર્ષે કુલ સાત જસ્ટિસ સુપ્રીમ કોર્ટમાંથી રિટાયર થશે.
અત્યારના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ તો હજુ મુખ્ય ન્યાયાધીશ તરીકે ફાળવાતું સરકાર મકાન પણ નથી લીધું. તેમની દલીલ હતી કે તેમનો કાર્યકાળ ખૂબ ટૂંકો છે; તેને જોતાં ઘરમાં શિફ્ટ થવું અને પછી તેને ખાલી કરવું એક લાંબી પ્રક્રિયામાં અટવાવું પડશે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે સૌથી લાંબો કાર્યકાળ ડી.વાય. ચંદ્રચૂડના પિતા વાય.વી. ચંદ્રચૂડનો રહ્યો છે. તેઓ 22 ફેબ્રુઆરી 1978એ ચીફ જસ્ટિસ બન્યા હતા અને 11 જુલાઈ 1985એ રિટાયર થયા હતા.
સૌથી પહેલાં પાંચ જાન્યુઆરીએ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યન રિટાયર થવાના છે. તેમનો કાર્યકાળ લગભગ ત્રણ વર્ષનો રહ્યો છે. જસ્ટિસ ઋષિકેશ રોય પણ 31 જાન્યુઆરીએ રિટાયર થવાના છે. સુપ્રીમ કોર્ટમાં તેમનો કાર્યકાળ ચાર વર્ષનો રહ્યો છે. સુપ્રીમ કોર્ટ પહેલાં તેઓ ગુવાહાટી હાઇકોર્ટમાં સેવા આપતા હતા અને પછી કેરળ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બનાવાયા હતા. જસ્ટિસ અભય ઓકા 24 મેએ રિટાયર થવાના છે. સુપ્રીમ કોર્ટમાં તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહ્યો. ચાલુ વર્ષે જ જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ સુધાંશુ ધૂલિયા પણ રિટાયર થવાના છે.
Related Articles
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુવક વૈભવ ભાસ્કરના ગ્રેડિંગનો નિયમ જ બદલવો પડ્યો
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુ...
Jul 17, 2026
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રો...
Jul 17, 2026
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026