અમદાવાદમાં કરા, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર
May 28, 2023

અમદાવાદ- અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કરા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. વસ્ત્રાપુરમાં તો કરા પડ્યા હોવાની માહિતી મળી છે. શરૂઆત અગાઉ જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સેટેલાઈટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અનેક વિસ્તારોમાં વરસાદી વરસાદી ઝાપટા પડ્યા હતા.
હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહીને પગલે આજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું હતું. બોડકદેવ, ઈસનપુર, શાહપુર,જશોદાનગર હાટકેશ્વર, બોપલ, ઘુમા, શીલજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, RTO સર્કલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખાડિયા, મણિનગર,રાયપુરમાં વરસાદ પડતા માર્ગો પાણી પાણી થયા છે.
હવામાન વિભાગે બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. જેથી અમરેલી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે. અગમચેતીના ભાગરુપે 700 જેટલી બોટ સાથે માછીમારો જાફરાબાદ પરત પહોચ્યા હતા. આગાહીને પગલે આ વર્ષે માછીમારીની સિઝન પહેલા જ માછીમારો પોતાના વતન પરત ફર્યા હતા.
હવામાન વિભાગે 28 અને 29 તારીખે ભારે વરસાદની આગાહી કરી છે અને કોઈક અલગ જ પ્લાન હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં સાંજના વાવાઝોડાની થોડી શક્યતા છે અને રાત્રિનું તાપમાન 28 °C આસપાસ રહેવાની ધારણા છે. આગામી 3 કલાક વરસાદની આગાહી સાથે 56% વાદળો છવાયેલ રહેવાની શક્યતા છે. આકાશ મોટે ભાગે વાદળછાયું રહેશે. વાવાઝોડાની પણ 59% શક્યતા છે.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025