કચ્છમાં રાત્રે બે વખત ભૂકંપથી ધરા ધ્રૂજી, ભચાઉ અને રાપરમાં લોકોમાં ડર ફેલાયો

August 22, 2025

કચ્છ : કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 10:12 વાગ્યે આ ભૂકપંનો આંચકો અનુભવાયો હતો. વળી બીજી બાજું રાપરમાં પણ 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

મળતી માહિતી મુજબ, ગુરૂવારે (21 ઓગસ્ટ) કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 10:12 કલાકે ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ સિવાય રાપરમાં રાત્રે 10:19 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 20 કિ.મી દૂર હતું. 

નોંધનીય છે કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી. જોકે, આ આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.