નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ખળભળાટ, કારણ ચોંકાવનારું

October 02, 2024

હારાષ્ટ્રના નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ખળભળાટ મચ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક ધોરણે આત્મહત્યાનો મામલો હોવાનું જણાવ્યું છે. હાલ, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

એજન્સી અનુસાર, આ ઘટનાની જાણ નાગપુરના માવડ ગામમાં બુધવાર સવારે બની હતી. મૃતકોની ઓળખ 68 વર્ષીય વિજય માધવકર પચોરી, તેની પત્નિ માલા (ઉ.વ. 55), અને બે દિકરા ગણેશ (ઉ.વ.38), દિપક (ઉ.વ. 36) થઈ છે. વિજય પચોરી નિવૃત્ત શિક્ષક હતાં પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે.

પોલીસને મળેલી સુસાઈડ નોટમાં પરિવારના તમામ સભ્યોના હસ્તાક્ષર મળ્યા હતા. તેઓ માનસિક તણાવમાં હતા. વિજય પિચોરીના મોટા દિકરા ગણેશની છેતરપિંડી મામલે ધરપકડ થયા બાદથી પરિવાર હેના-પરેશાન હતો. આસપાસના લોકોને વિજયના ઘરમાં સન્નાટો જોવા મળતાં પોલીસને જાણ કરી હતી.