પંચમહાલમાં રૂ.500ના દરની 361 નકલી ચલણી નોટ સાથે શખ્સ ઝડપાયો
May 25, 2025

પંચમહાલ : રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે નકલી નોટો ઝડપાયાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પંચમહાલ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોરવા હડફમાંથી 361 જેટલી રૂ.500ની નકલી ચલણી નોટ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો વ્યક્તિ નકલી નોટ ક્યાંથી અને કેવી રીતે લાવ્યો તેને લઈને મોરવા હડફ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, પંચમહાલના મોરવા હડફના તાજપુરી વંદેલી ગામ તરફ જતાં આંતરિક માર્ગ ઉપરથી ભારતીય બનાવટની રૂપિયા 500ના દરની 361 નકલી ચલણી નોટો સાથે વિરણીયા ગામના રઘુવિરસિંહ અભેસિંહ ઘોડ નામના શખ્સને મોરવા હડફ પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી કુલ 1.80 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ મળી આવી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
સમગ્ર મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ કેટલીક નકલી ચલણી નોટો બજારમાં ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી નકલી ચલણી નોટો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, આ સાથે તેણે નકલી ચલણી નોટો ક્યાં ક્યાં વટાવી છે અને તેનાથી શું ખરીદી કરી છે તે તમામ બાબતની તપાસ શરૂ કરાઈ છે.
Related Articles
જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબવાથી 3 બાળકના મોત
જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબવાથ...
Jul 17, 2025
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્...
Jul 17, 2025
રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા
રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત...
Jul 16, 2025
ગુજરાતમાં મોસમનો 51.09% વરસાદ નોંધાયો: કચ્છ રીઝીયન 85.46% સાથે મોખરે, દક્ષિણ ગુજરાતમાં 55.19%
ગુજરાતમાં મોસમનો 51.09% વરસાદ નોંધાયો: ક...
Jul 16, 2025
AAPના ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા, વિસાવદર બેઠકથી જીત્યા હતા પેટાચૂંટણી
AAPના ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લ...
Jul 16, 2025
પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત
પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025