સપ્ટેમ્બર મહિનામાં આ 5 ગ્રહોની વક્રી ચાલ આ રાશિના જાતકો માટે રહેશે શુભ

August 29, 2023

અમદાવાદ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિને ગ્રહ રાશિ પરિવર્તન કરે થે, સાથે જ ગ્રહોની ચાલમાં પણ પરિવર્તન થાય છે. તે અનુસાર વર્ષ 2023નો સપ્ટેમ્બર મહિનો ખૂબ ખાસ રહેવાનો છે, સપ્ટેમ્બરમાં ઘણા ગ્રહ વક્રી ચાલ ચાલી રહ્યા છે. સાથે જ મહત્વપૂર્ણ ગ્રહ ગોચર પણ થઈ રહ્યા છે. આ તમામ ગ્રહ પરિવર્તન અને ગ્રહોની ચાલમાં પરિવર્તન ખૂબ મહત્વપૂર્ણ પણ છે અને લોકોના જીવન પર મોટી અસર નાખશે. તમામ 12 રાશિના લોકો માટે સપ્ટેમ્બર 2023 વિશેષ રહેવાનો છે. 

સપ્ટેમ્બરમાં શનિ, સૂર્ય, ગુરૂ, શુક્ર વગેરે તમામ ગ્રહોની સ્થિતિ ખૂબ મહત્વની રહેવાની છે. પહેલા તો સપ્ટેમ્બરમાં લગભગ અડધો ડઝન ગ્રહ વક્રી ચાલ ચાલવાના છે અને આવી સ્થિતિ ઘણા વર્ષોમાં બને છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં શુક્ર વક્રી રહેશે. આ સિવાય શનિ, બુધ, ગુરૂ અને રાહુ-કેતુ પણ વક્રી છે. 4 સપ્ટેમ્બરથી શુક્ર માર્ગી થઈ જશે અને પછી 16 સપ્ટેમ્બરે બુધ માર્ગી થશે. આ એક દિવસ બાદ 17 સપ્ટેમ્બરે સૂર્ય રાશિ પરિવર્તન કરીને કન્યા રાશિમાં ગોચર કરશે. પછી 24 સપ્ટેમ્બર 2023એ મંગળ કન્યા રાશિમાં અસ્ત થઈ જશે. આ તમામ પરિવર્તનોની 4 રાશિ પર શુભ અસર પડશે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે સપ્ટેમ્બરનો મહિનો ખૂબ શુભ રહેવાનો છે. આ જાતકો પર ઘણા ગ્રહ કૃપા કરશે અને માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અપાવશે. કોઈની સાથે વિવાદ નહીં કરો તો આ સમય ખૂબ લાભ આપશે. સાથે જ તમે પોતાનો સમય રચનાત્મક કાર્યોમાં લગાવી શકશો. વેપાર સારો ચાલશે. પ્રગતિના નવા માર્ગ ખુલશે. અટકેલા કાર્યો પૂરા થઈ જશે. 

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને સપ્ટેમ્બરનો મહિનો અપાર ધન અને ખુશીઓ આપી શકે છે. તમને ભાગ્યનો સાથ મળશે. નવુ ઘર કે ગાડી ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે. વેપારીઓ માટે આ સમય વિશેષ લાભદાયી છે. કાર્યોમાં સફળતા મળશે. આવક વધવાથી આર્થિક આવક સારી થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. 

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને સપ્ટેમ્બર લાભ આપી શકે છે. પ્રમોશન મળી શકે છે. વેપાર સારો ચાલશે. કોઈ મોટો ઓર્ડર મળી શકે છે જે તમને વધુ નફો આપી શકે છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવશે. પ્રવાસ યોગ છે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને સપ્ટેમ્બરના ગ્રહ ગોચર કિસ્મત ચમકાવનાર સાબિત થઈ શકે છે. અચાનક ધન મળી શકે છે. આવકના નવા સાધન મળી શકે છે. નોકરિયાત લોકોને આ સમય ખૂબ લાભ અને પ્રગતિ આપી શકે છે. વિદેશ જવાનું સપનું પૂરુ થઈ શકે છે. અંગત જીવનની સમસ્યાઓ ખતમ થઈ જવાથી મોટી રાહત મળશે.