ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે
November 04, 2025
'અપર ઝકુમ' અબુ ધાબીમાં આવેલો એક ઓફ શોર ઓઈલ રીજન છે, જેમાંથી મધ્યમ-ભારે ગુણવત્તાનું ક્રૂડ ઓઈલ મળે છે. આ ઓઈલની શુદ્ધિકરણ ક્ષમતા ઉત્તમ ગણાય છે, જેના કારણે એશિયન બજારોમાં, ખાસ કરીને ભારત અને જાપાનમાં, તેની માંગ વધુ છે. રશિયન ઓઈલ, ખાસ કરીને ‘યુરલ્સ ગ્રેડ’, કિંમતમાં સસ્તું હોવા છતાં તેમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે. સલ્ફરનું વધુ પ્રમાણ શુદ્ધિકરણનો ખર્ચ વધારે કરે છે. જ્યારે 'અપર ઝકુમ' ઓઈલ સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાવાળું મનાય છે. BPCL પ્રતિ માસ લગભગ 1.46 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની વિદેશી બજારોમાંથી ખરીદી કરે છે, જેનો મોટો ભાગ અત્યાર સુધી રશિયાથી જ આવતો હતો. હવે કંપનીની યોજના તેની જરૂરિયાતથી અડધું ઓઈલ પ્રતિબંધોમાં ન હોય તેવી રશિયન સંસ્થાઓ પાસેથી અને બાકીનો અડધો ભાગ અબુ ધાબી અથવા સાઉદી અરેબિયા જેવા અન્ય દેશોમાંથી મેળવવાની છે. નોંધનીય છે કે, ડેટા એનાલિસિસ કંપનીઓ કેપ્લર અને ઓઇલ એક્સના આંકડા પ્રમાણે આ માહિતી અપાઈ છે.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
28 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026
27 August, 2026
27 August, 2026
25 August, 2026
25 August, 2026