કેનેડામાં વેશ્યાવૃત્તિમાં ધકેલાતી ભારતીય છોકરીઓ, ભણવાનો ખર્ચ કાઢવા બને છે સેક્સવર્કર
June 03, 2023

ભારતના છાત્રાનો કેનેડામાં કાર્યરત વેશ્યાલયોના દલાલો શિકાર બનાવી રહ્યા છે. આ દલાલોને સ્થાનિક ભાષામાં 'પિમ્પ્સ' કહેવામાં આવે છે. તેઓ અહીં ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)માં શૈક્ષણિક કેમ્પસ, બસ સ્ટોપ, કાર્યસ્થળો અને પૂજા સ્થાનો પર પણ મળી શકે છે. જેઓની નજર ભારતીય છાત્રો પર રહે છે. જેઓ પૈસા માટે કંઈપણ કરવા તૈયાર હોય. હાલમાં કેનેડામાં રોજગારીની સમસ્યાઓને કારણે દલાલો સક્રિય થયા છે.
કેનેડામાં વેશ્યાલયના દલાલો ગ્રેટર ટોરોન્ટો એરિયા (જીટીએ)માં, શૈક્ષણિક કેમ્પસ, બસ સ્ટોપ, કાર્યસ્થળો અને પૂજા સ્થાનો પર પણ છોકરીઓને શોધે છે, જ્યાં અન્ય દેશોમાંથી અભ્યાસ માટે આવેલી છોકરીઓ અભ્યાસ કરે છે. જીટીએમાં ભારતીય વિદ્યાર્થિનીઓનું સેક્સ ટ્રાફિકિંગ ઝડપથી વધી રહ્યું છે. આનું દુઃખદ પાસું એ છે કે આ યુવતીઓનું શોષણ કરનારા પિમ્પ્સ પણ ઈન્ડો-કેનેડિયન સમુદાયના છે. ગયા વર્ષે ઓગસ્ટમાં 18 વર્ષની ભારતીય વિદ્યાર્થિનીને વેશ્યાવૃત્તિમાં ધકેલવા બદલ ત્રણ ઈન્ડો-કેનેડિયન યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો 'ઓનલાઈન સેક્સ સર્વિસ' ચલાવતા હતા.
ટોરોન્ટોમાં આવી પીડિત વિદ્યાર્થિનીઓને મદદ કરવા માટે એલ્સપેથ હેવર્થ સેન્ટર ચલાવતી સુંદર સિંહ કહે છે કે એક દલાલ એક છોકરી પાસેથી વર્ષે સરેરાશ 2.3 લાખ ડોલર કમાય છે. ભારતીય રૂપિયામાં આ રકમ 2 કરોડ રૂપિયા થાય છે. છોકરીને આમાંથી કશું મળતું નથી. તેને માત્ર ભોજન અને રહેવાની જગ્યા આપવામાં આવે છે. હકીકતમાં તે તેમની બંધક બનીને રહી જાય છે. તે કહે છે કે ભારતીય વિદ્યાર્થીનીઓનું વધતું શોષણ અમારા માટે ચિંતાનો વિષય છે.
દેહવ્યાપારમાં ફસાવવા માટે માત્ર એક રાત જ કાફી છે. વેશ્યાલયોના દલાલો પહેલાં જે યુવતીઓને ફસાવે છે તેમના પરિવારજનોની સંપૂર્ણ માહિતી લે છે અને પછી તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે. છોકરીઓ પાસે આત્મસમર્પણ સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.
બ્રેમ્પટનમાં રહેતી એક વૃદ્ધ ઈન્ડો-કેનેડિયન મહિલાના જણાવ્યા અનુસાર, તેની ફેમિલી નર્સે તેને કહ્યું કે તે દર મહિને 10-12 ભારતીય વિદ્યાર્થિનીઓનો ગર્ભપાત કરાવે છે. પહેલા આવું નહોતું. હવે આ બાબતોમાં ઉછાળો આવ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે ઘણી છોકરીઓ જાણીજોઈને પોતાના ખર્ચને પહોંચી વળવા આ ધંધામાં આવી રહી છે.
Related Articles
કેનેડામાં હાલ પૂરતી ભારતીય વિઝાની સેવા સસ્પેન્ડ : ભારતની ત્રીજી મોટી કાર્યવાહી
કેનેડામાં હાલ પૂરતી ભારતીય વિઝાની સેવા સ...
Sep 21, 2023
ભારતની એડવાઈઝરી પછી કેનેડાની પ્રતિક્રિયા:કહ્યું- અમારા દેશમાં આવવું સેઈફ છે
ભારતની એડવાઈઝરી પછી કેનેડાની પ્રતિક્રિયા...
Sep 21, 2023
કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા
કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની ગોળી મારીને...
Sep 21, 2023
જોડી થોમસે કેનેડામાં ખાલિસ્તાન ચળવળને પ્રોત્સાહન આપ્યું
જોડી થોમસે કેનેડામાં ખાલિસ્તાન ચળવળને પ્...
Sep 20, 2023
કેનેડા : એડવાઈઝરી જાહેર કરીને પોતાના નાગરિકોને કહ્યું- જમ્મુ-કાશ્મીર, મણિપુર-આસામ જવાનું ટાળો
કેનેડા : એડવાઈઝરી જાહેર કરીને પોતાના નાગ...
Sep 20, 2023
હું છુ ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી, કેનેડાના સાંસદે ખાલિસ્તાનીઓને આશ્વાસન આપી ભારત સામે ઝેર ઓક્યુ
હું છુ ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી,...
Sep 19, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023