ઈન્ડિગોએ આપ્યો 500 વિમાન ખરીદવાનો ઓર્ડર, ટર્કિશ એરલાઇન્સ સાથે કરી પાર્ટનરશિપ

February 18, 2023

ઈન્ડિગો એરલાઇન્સના ઈન્ટરનેશનલ સેલ્સના પ્રમુખ વિનય મલ્હોત્રાએ કહ્યું કે ઈન્ડિગોએ યુરોપ સુધી તેની પહોંચ વધારવા માટે ટર્કિશ એરલાઇન્સ સાથે ભાગીદારી કરી લીધી છે અને વિસ્તરણની યોજના હેઠળ 500 વિમાન ખરીદવાનો ઓર્ડર પણ આપી દીધો છે. એરલાઇન્સના અધિકારીઓએ કહ્યું કે ઈન્ડિગોએ યુરોપિયન દિગ્ગજ એરબસ અને યુએસ બોઈંગ બંનેને વિમાનોનો ઓર્ડર આપ્યો છે. 


પત્રકારો સાથેની વાતચીતમાં મલ્હોત્રાએ કહ્યું કે એરલાઈન્સ હાલમાં એક દિવસમાં 1800 ઉડાન ભરી રહી છે અને તેમાંથી 10 ટકા આંતરરાષ્ટ્રીય માર્ગો પર છે. ઈન્ડિગોની ફ્લિટમાં 300થી વધુ વિમાન છે અને કંપની હાલના સમયે 76 ડોમેસ્ટિક અને 26 ઈન્ટરનેશનલ ફ્લાઈટનું સંચાલન કરે છે. તાજેતરમાં બે ડોમેસ્ટિક ગંતવ્યો નાસિક અને ધર્મશાળા માટે પણ ફ્લાઈટોની જાહેરાત કરાઈ હતી.

એરલાઇન્સ દરરોજ લગભગ 1800 ફ્લાઈટોનું સંચાલન કરે છે અને હાલના સમયે ઉપલબ્ધ સીટોમાં લગભગ 80 ટકા ઘરેલુ અને 20 ટકા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ છે. તેમણે કહ્યું કે અમે આવનારા ઉનાળામાં કેન્યાના નેરોબી અને ઈન્ડોનેશિયાના જાકાર્તા માટે ફ્લાઈટોનું સંચાલન શરૂ કરીશું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એર ઈન્ડિયાને પણ 840 વિમાનો ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો.