દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
September 27, 2026
જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકામાં ભયાનક અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી. દેશના બે મુખ્ય શહેરો નજીક થયેલા આ ભીષણ હુમલાઓમાં અત્યાર સુધીમાં 27 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે.
શનિવારે મોડી રાત્રે જોહાનિસબર્ગના દક્ષિણ-પશ્ચિમમાં આવેલી 'વેડેલા ટાઉનશિપ'ના એક બારમાં લોકો સંગીતના તાલ પર નૃત્ય કરી રહ્યા હતા અને ડ્રિંક્સ માણી રહ્યા હતા. તે જ સમયે AK-47 રાઇફલ અને પિસ્તોલ જેવા આધુનિક શસ્ત્રોથી સજ્જ અજ્ઞાત હુમલાખોરો ત્રાટક્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં 17 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગોળીઓનો અવાજ ગૂંજતાં જ લાશોના ઢગલા થઈ ગયા હતા. બીજી લોહિયાળ ઘટના રવિવારે વહેલી સવારે આશરે 1 વાગ્યે કેપ ટાઉન નજીક આવેલા 'લવાંડલે' વિસ્તારમાં બની હતી. અહીં એક સ્ટોર પર ત્રાટકેલા હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ફાઇરિંગમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના થોડા દિવસો પહેલા જ પૂર્વ કિનારે આવેલા ડરબન શહેર નજીક એક હાઉસ પાર્ટીમાં થયેલા ગોળીબારમાં સગર્ભા મહિલા સહિત 11 લોકોના મોત થયા હતા.
સાઉથ આફ્રિકન પોલીસ સર્વિસે જણાવ્યા મુજબ, હુમલો કોણે અને કયા કારણોસર કર્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. બંને બનાવોમાં મલ્ટિપલ શૂટર્સ (એકથી વધુ હુમલાખોરો) સંકળાયેલા હોવાના પ્રાથમિક અહેવાલો છે. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026