અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા: વૈશ્વિક બજારમાં ઘટાડો છતાં સ્થાનિક સોના-ચાંદીમાં તેજી
April 21, 2026
મુંબઈ: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ વકરતા અને ઈરાને ફરી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માર્ગ બંધ કરતા ક્રૂડતેલના ભાવમાં નીચલા મથાળેથી ઉછાળો આવ્યો છે. આ સ્થિતિને કારણે ફુગાવામાં વધારો થવાની ચિંતા સપાટી પર આવી છે. બીજી તરફ, ડોલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતા લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
જોકે, વૈશ્વિક સ્તરે જોવા મળેલી નરમાઈ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 25 પૈસા ગબડ્યો હતો. આયાત પડતર વધી જવાથી સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 439થી 441નો સુધારો થયો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 735 વધી ગયા હતા.
બજારના સૂત્રોના જણાવ્યા મુજબ, ડોલર સામે રૂપિયો નબળો પડવાના કારણે આયાત પડતરો વધી હતી. આથી વિશ્વ બજારની સ્થિતિથી વિપરીત, સ્થાનિક સ્તરે વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 439 વધીને રૂ. 1,51,487 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 441 વધીને રૂ. 1,52,096ના સ્તરે રહ્યા હતા. જોકે, ગઈકાલે અક્ષયતૃતીયા નિમિત્તે છૂટીછવાઈ માગ રહ્યા બાદ આજે એકંદરે ગ્રાહકોનો પ્રતિસાદ નિરસ રહ્યો હતો.
રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ આજે પાંખી જોવા મળી હતી. વધુમાં, આજે હાજર બજારમાં વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ રૂ. 735ના સુધારા સાથે રૂ. 2,50,675ના મથાળે રહ્યા હતા. ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહી હતી, પરંતુ રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું જાણવા મળ્યું હતું.
Related Articles
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ :...
Aug 01, 2026
AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિયો વાયરલ, PIBએ ભ્રમ ફેલાવવાના પ્રયાસનો પર્દાફાશ કર્યો
AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિય...
Jul 25, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોનામાં ₹1,921 અને ચાંદીમાં ₹5,387નો કડાકો, રોકાણકારોમાં ચિંતા
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોનામાં ₹1,921 અ...
Jul 13, 2026
Trending NEWS
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026