Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

બ્રિટનમાં બે ભારતીય હસ્તીઓનું અપમાન, એવોર્ડ આપ્યા બાદ પાછા લઈ લીધ

December 07, 2024

બ્રિટનમાં ભારતીય સમુદાયની બે હસ્તીઓનું અપમાન કરાયું છે. તેમને આપવામાં આવેલું સન્માન છીનવી લેવામાં આવ્યું. આ બે હસ્તીઓમાં ટોરી પીયર રામી રેન્જર અને હિન્દુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોટનો સમાવેશ થાય છે. 

રેન્જરને કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ ધી બ્રિટિશ એમ્પાયરનું સન્માન મળ્યું હતું. જ્યારે અનિલ ભનોટને ઓફિસર ઓફ ધી ઓર્ડરનું સન્માન પ્રાપ્ત થયું હતું. હવે તેમના આ એવોર્ડ પાછા ખેંચી લેવાની જાહેરાત લંડન ગેઝેટમાં કરાઈ છે. આ બંનેએ બકિંઘમ પેલેસનું સન્માન પરત કરવું પડશે અને ભવિષ્યમાં ક્યાંય પણ તેનો ઉલ્લેખ નહીં કરી શકે. 

આ બંને જોડેથી સન્માન પાછું ખેંચી લેવાની ભલામણ બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે કિંગને કરી હતી. જ્યારે ભનોજ પર 2021માં બાંગ્લાદેશી હિન્દુઓ પર હિંસા વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે રેન્જર સામે શીખ ફોર જસ્ટિસે ફરિયાદ કરી હતી.