ઈરાને યુએસનું 3.4 કરોડ ડોલરનું ડ્રોન તોડી પાડ્યું, હોર્મુઝ સ્ટ્રેટ બંધ; જોર્ડન-કુવૈતમાં યુએસ બેઝ પર હુમલા
July 18, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ વધુ તીવ્ર બન્યો હોવાના દાવાઓ સામે આવ્યા છે. ઈરાની મીડિયા અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના જણાવ્યા અનુસાર, ઈરાને અમેરિકાનું આશરે 3.4 કરોડ ડોલરનું MQ-9 રીપર ડ્રોન તોડી પાડ્યું છે તેમજ જોર્ડન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ હુમલા કર્યા છે. બીજી તરફ અમેરિકાએ પણ વળતો પ્રહાર કરતાં ઈરાનના અનેક વિસ્તારોમાં એરસ્ટ્રાઈક શરૂ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
ઈરાની મીડિયા મુજબ, બુશેહર ઉપર ઉડી રહેલા અમેરિકી MQ-9 રીપર ડ્રોનને ઈરાની સેનાએ નિશાન બનાવ્યું હતું. સાથે જ IRGCએ જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ હવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. તેના જણાવ્યા અનુસાર, ચેતવણી છતાં આગળ વધેલા બે ઓઈલ ટેન્કરો માઇનફિલ્ડમાં પ્રવેશતા જ જોરદાર વિસ્ફોટો સાથે આગની ઝપેટમાં આવી ગયા હતા. હોર્મુઝ સ્ટ્રેટને અસુરક્ષિત જાહેર કરાયા બાદ વૈશ્વિક તેલ બજારમાં ગભરાટનો માહોલ સર્જાયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
ઈરાની મીડિયાના દાવા મુજબ, જોર્ડન સ્થિત મુવફ્ફક સાલ્ટી એર બેઝ પર ઈરાનની મિસાઈલો ત્રાટકી હતી, જ્યાં મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકો તહેનાત છે. ઉપરાંત કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય કેમ્પો પર પણ હુમલા કરાયા હોવાનું જણાવાયું છે. બીજી તરફ ઈરાની ન્યૂઝ એજન્સીઓના અહેવાલ મુજબ, અમેરિકાએ ઈરાનના યઝદ, ખુઝેસ્તાન પ્રાંતના અહવાઝ અને ફાર્સ પ્રાંતના લાસ વિસ્તારની બહારના વિસ્તારોમાં ભારે બોમ્બમારો કર્યો છે. યઝદમાં પાંચ શક્તિશાળી વિસ્ફોટો થયા હોવાનું અને અહવાઝ પર મિસાઈલ હુમલાની સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ કરી હોવાનું પણ દાવો કરવામાં આવ્યો છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026