Breaking News :
રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરોપ મોબાઇલમાં ‘સંચાર સાથી’ પ્રિ-ઇન્સ્ટોલ કરાવવા પાછળ સરકારના શું ઇરાદા છે? વિપક્ષે ‘પેગાસસ’ ગણાવ્યું સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પ્રકાશ સિંહ ઉર્ફે બાદલ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરોપ સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: 'સંચાર સાથી' એપ મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ

રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પ્રકાશ સિંહ ઉર્ફે બાદલ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરોપ

December 02, 2025

શ્રીગંગાનગર : દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ દરમિયાન CID ઇન્ટેલિજન્સ યુનિટે રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી એક ઈન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (ISI) એજન્ટની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલો આ એજન્ટ રાજસ્થાન, પંજાબ અને ગુજરાત સહિત ત્રણ સરહદી રાજ્યોમાંથી ભારતીય સેના સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાન સ્થિત ISI હેન્ડલર્સને પૂરી પાડતો હતો.

દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ દરમિયાન CID ઇન્ટેલિજન્સ યુનિટે રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી એક ઈન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (ISI) એજન્ટની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલો આ એજન્ટ રાજસ્થાન, પંજાબ અને ગુજરાત સહિત ત્રણ સરહદી રાજ્યોમાંથી ભારતીય સેના સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાન સ્થિત ISI હેન્ડલર્સને પૂરી પાડતો હતો.

ગુપ્તચર એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા પ્રકાશ સિંહે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યાં હતા. ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારથી તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સતત સંપર્કમાં હતો. તે ભારતીય સેનાના વાહનો, લશ્કરી સ્થાપનો, સરહદી ભૂપ્રદેશ, પુલ, રસ્તાઓ, રેલવે લાઈનો અને નવા બાંધકામ પ્રોજેક્ટ્સ સહિતની મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી પાકિસ્તાનમાં તેના હેન્ડલરને મોકલી રહ્યો હતો.

તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે પ્રકાશ સિંહે પાકિસ્તાની એજન્ટોની વિનંતી પર ભારતીય નામે જારી કરાયેલા મોબાઈલ નંબરોના OTP પણ પૂરા પાડ્યા હતા. આ OTPનો ઉપયોગ કરીને, પાકિસ્તાની એજન્ટોએ ભારતીય નંબરો પર WhatsApp સક્રિય કર્યું અને જાસૂસી તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી. આ કામ માટે તેને ISI તરફથી મોટી રકમ પણ ચૂકવવામાં આવતી હતી.