હમાસે માગણીઓ ફગાવતા ઈઝરાયલ રઘવાયો થયું, આડેધડ બોમ્બમારામાં 92ના મોત
April 20, 2025

ગાઝા યુદ્ધવિરામ પર ફરી એકવાર લાંબા અને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસના આતંકી પર યુદ્ધવિરામ વાટાઘાટો તોડવાનો આરોપ મૂક્યો હતો અને ગાઝાને પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. નેતન્યાહૂના આદેશ પર ઈઝરાયલી સેના ગાઝામાં વિનાશ મચાવી રહી છે. નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જ્યાં સુધી હમાસ અમારી માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી ગાઝા પર હુમલો ચાલુ રહેશે. ગાઝા પરના હુમલાઓ એટલી હદે વધી ગયા છે કે ગુડ ફ્રાઈડે પછી છેલ્લા બે દિવસમાં ઈઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 92 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જ્યારે 219થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
અહેવાલો અનુસાર, ખાન યુનિસમાં થયેલા હવાઈ હુમલામાં 15 બાળકો માર્યા ગયા. બધા બાળકો તંબુમાં સૂતા હતા.આ દરમિયાન રફાહમાં થયેલા એક અલગ હુમલામાં, એક માતા, તેની પુત્રી અને બે અન્ય લોકો માર્યા ગયા. મૃતદેહોને યુરોપિયન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. બીજી તરફ હમાસે ઈઝરાયલના અસ્થાયી યુદ્ધવિરામના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. હમાસ કહે છે કે તે કાયમી યુદ્ધવિરામ અને કેદીઓની મુક્તિના બદલામાં એક વ્યાપક સમાધાન ઇચ્છે છે, ફક્ત અસ્થાયી રાહત નહીં. ઈઝરાયલી હુમલાઓ છતાં હમાસ પોતાની જીદ છોડવા તૈયાર નથી. હમાસના આ ઈનકાર પછી ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે સ્પષ્ટ કર્યું કે, 'જ્યાં સુધી હમાસ અમારા પ્રસ્તાવો સ્વીકારે નહીં ત્યાં સુધી યુદ્ધ બંધ નહીં થાય. ગાઝામાં લશ્કરી કાર્યવાહી સંપૂર્ણ તાકાત સાથે ચાલુ રહેશે.' તેમનું નિવેદન ગાઝામાં મોટા 'સુરક્ષા ક્ષેત્રો' કબજે કરવા અને તેના 18 મહિના લાંબા યુદ્ધને વધુ તીવ્ર બનાવવાની ઈઝરાયલની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે.
Related Articles
ઈરાકનો શોપિંગ મોલ આગની જ્વાળામાં લપેટાયો, 50ના મોત, અનેક ઘાયલ
ઈરાકનો શોપિંગ મોલ આગની જ્વાળામાં લપેટાયો...
Jul 17, 2025
ઈઝરાયેલનો સીરીયાઈ લશ્કરનાં હેડ ક્વાર્ટરના એન્ટ્રી ગેઈટ ઉપર જ હુમલો
ઈઝરાયેલનો સીરીયાઈ લશ્કરનાં હેડ ક્વાર્ટરન...
Jul 16, 2025
અમેરિકાના ડેરી ઉધોગમાં ઉત્પાદિત થતું 'નોન વેજ મિલ્ક' શું છે ? ભારત કહે છે ‘નો એન્ટ્રી'
અમેરિકાના ડેરી ઉધોગમાં ઉત્પાદિત થતું 'નો...
Jul 16, 2025
મોસ્કો પર હુમલા કરો, હથિયાર અમેરિકા આપશે : ટ્રમ્પની યુક્રેનને ઓફર
મોસ્કો પર હુમલા કરો, હથિયાર અમેરિકા આપશે...
Jul 16, 2025
ભારત, ચીન સહિત 3 દેશોને NATO ચીફે ધમકાવ્યાં, કહ્યું - રશિયા સાથે વેપાર મોંઘો પડશે...
ભારત, ચીન સહિત 3 દેશોને NATO ચીફે ધમકાવ્...
Jul 16, 2025
પાકિસ્તાનની જેલમાં કેદ ઈમરાન ખાનની પૂર્વ પત્નીએ રચ્યો નવો રાજકીય પક્ષ, જાણો શું છે ઈરાદો
પાકિસ્તાનની જેલમાં કેદ ઈમરાન ખાનની પૂર્વ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025