Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ગાઝામાં ફરી ઈઝરાયલના ક્રૂર હવાઈ હુમલા, મહિલા-બાળકો સહિત 32નાં મોત

April 07, 2025

ઇઝરાયલે ગાઝા પટ્ટી પર કરેલા હુમલામાં એક ડઝન મહિલા અને બાળકો સહિત 32 લોકોનાં મોત થયા છે તેમ સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહુ યુદ્ધ અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અમેરિકા જઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઇઝરાયેલે હમાસ સાથે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી જો કે તેણે ફરીથી હવાઇ અને જમીન યુદ્ધ શરૂ કરી દીધુ છે. બાકીના બંધકો મુક્ત કરવા માટે નવી સમજૂતીનો સ્વીકાર કરવા માટે હમાસ પર દબાણ વધારવા માટે ઇઝરાયેલ આ હુમલા કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલે છેલ્લા એક મહિનાથી  ખાદ્ય અને ઇંધણની આયાત અને માનવીય સહાય રોકી દીધી છે. પેલેસેટાઇન શરણાર્થીઓ માટે યુનાઇટેડ નેશન્સ એજન્સીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે ખાદ્ય સામગ્રીનો સ્ટોક ખલાસ થઇ રહ્યો છે અને સ્થિતિ ચિંતાજનક બની રહી છે. મૃતદેહો જ્યાં લાવવામાં આવ્યા છે તે નાસેર હોસ્પિટલના જણાવ્યા અનુસાર ઇઝારેયલે તાજેતરમાં કરેલા હુમલામાં દક્ષિણમાં આવેલા શહેર ખાન યુનુસમાં એક તંબુ અને ઘરને નિશાન બનાવ્યું હતું. જેમાં પાંચ પુરુષો, પાંચ મહિલાઓ અને પાંચ બાળકોનાં મોત થયા છે.  મૃતકોમાં એક મહિલા પત્રકાર પણ સામેલ છે. પત્રકારના માતા અમલ કાસકીનના જણાવ્યા અનુસાર મારી પુત્રી નિર્દોષ હતી. તેની કોઇ સંડોવણી ન હતી. તે પત્રકારત્વને પ્રેમ કરતી હતી.