જાકાર્તા 4.2 કરોડની વસતી ધરાવતું દુનિયાનું સૌથી ગીચ શહેર, દિલ્હી ચોથું
November 28, 2025
રેન્કિંગમાં મોટો ઉછાળો: 33મા સ્થાનેથી પ્રથમ પર
સંયુક્ત રાષ્ટ્ર(UN)ના 18 નવેમ્બરના 'વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટસ, 2025' રિપોર્ટ મુજબ, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાએ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરનું સ્થાન મેળવ્યું છે. જકાર્તાની વસ્તી લગભગ 4.2 કરોડ નોંધાઈ છે, જે કેનેડા જેવા દેશની કુલ વસ્તી જેટલી છે અને આ સાથે તેણે લાંબા સમયથી પ્રથમ સ્થાને રહેલા જાપાનની રાજધાની ટોક્યોને પાછળ છોડી દીધું છે. આ યાદીમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકા લગભગ 3.7 કરોડની વસ્તી સાથે બીજા સ્થાને છે, જ્યારે ટોક્યો ખસીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે અને ભારતની રાજધાની દિલ્હી ચોથા સ્થાને છે.
જકાર્તા માટે આ બદલાવ ખૂબ આશ્ચર્યજનક છે, કારણ કે વર્ષ 2018ના UN રિપોર્ટમાં તેની સ્થિતિ 33મા સ્થાને હતી અને વસ્તી માત્ર 1.1 કરોડ હતી, જ્યારે તે સમયે ટોક્યો 3.7 કરોડની વસ્તી સાથે ટોચ પર હતું. જકાર્તાના રેન્કિંગમાં આ જંગી ઉછાળો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવવામાં આવેલી નવી ગણતરી પદ્ધતિમાં આવેલા મોટા પરિવર્તનનું પરિણામ છે. અગાઉ, સંયુક્ત રાષ્ટ્ર શહેરી વસ્તીના આંકડા માટે સંબંધિત દેશોના સરકારી રૅકોર્ડ અને રાષ્ટ્રીય આંકડાઓ પર આધાર રાખતું હતું. આ પદ્ધતિમાં મુશ્કેલી એ હતી કે દરેક દેશ પોતાની અનુકૂળતા મુજબ શહેરની સીમાઓ નક્કી કરતો હતો. કેટલાક દેશો માત્ર નગર નિગમ વિસ્તારને જ શહેર માનતા, તો કેટલાક સમગ્ર મહાનગરીય વિસ્તારને, જેના કારણે વૈશ્વિક સરખામણીમાં અસમાનતા સર્જાતી હતી.
Related Articles
સરવેએ ભાજપની ઊંઘ ઊડાડી, યુપીમાં આજે ચૂંટણી થાય તો CM યોગી સામે મોટો પડકાર
સરવેએ ભાજપની ઊંઘ ઊડાડી, યુપીમાં આજે ચૂંટ...
Aug 28, 2026
કર્ણાટકના મંત્રીએ માત્ર 25 દિવસમાં જ આપી દીધું રાજીનામું, રડતાં-રડતાં લગાવ્યો મોટો આરોપ
કર્ણાટકના મંત્રીએ માત્ર 25 દિવસમાં જ આપી...
Aug 28, 2026
કોકરોચ આંદોલન ભાજપ માટે માથાનો દુઃખાવો, કોંગ્રેસને બમ્પર ફાયદો
કોકરોચ આંદોલન ભાજપ માટે માથાનો દુઃખાવો,...
Aug 28, 2026
તુ-તુ-મૈં-મૈં બાદ કંગના રણૌતે બાબા રામદેવને ગણાવ્યા મોટા ભાઈ, રક્ષાબંધને સ્વીકારી મીઠાઈ
તુ-તુ-મૈં-મૈં બાદ કંગના રણૌતે બાબા રામદે...
Aug 28, 2026
ત્રિશૂલી ટનલમાંથી 63 ભારતીયો સહિત 350 શ્રમિકનો આબાદ બચાવ
ત્રિશૂલી ટનલમાંથી 63 ભારતીયો સહિત 350 શ્...
Aug 28, 2026
2 વર્ષના રાજકારણ બાદ દિગ્ગજ નેતાની PM પદની રેસમાં એન્ટ્રી, રાહુલ ગાંધીનું વધ્યું ટેન્શન!
2 વર્ષના રાજકારણ બાદ દિગ્ગજ નેતાની PM પદ...
Aug 28, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026