જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં 7માં દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ, ગુમ થયેલા જવાનનો મળ્યો મૃતદેહ

September 19, 2023

અનંતનાગ: અનંતનાગ એન્કાઉન્ટર જેને સૌથી લાંબા એન્કાઉન્ટરમાંથી એક માનવામાં આવે છે. આ એન્કાઉન્ટર આજે સાતમાં દિવસે પણ ચાલુ છે. સુરક્ષા દળોનું માનવું છે કે, એક-બે આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. ગઈ કાલે એક આતંકવાદીઓ સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. DNA ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યો છે કારણ કે, ઘટનાસ્થળ પરથી એક અન્ય મૃતદેહ મળી આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ મૃતદેહ સેનાના જવાનનો હોઈ શકે છે. જેની ઓળખ પ્રદીપના રૂપમાં થઈ છે. ભારતીય સેનાના ત્રણ જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી સહિત મૃતકોની સંખ્યા હવે ચાર પર પહોંચી ગઈ છે. 7માં દિવસે સેના ઓપરેશનને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે અંતિમ પ્રયાસ કરે તેવી શક્યતા છે કારણ કે, સોમવારે સાંજે સૈનિકનો મૃતદેહ મળી આવ્યો હતો. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે 100 કલાકથી વધુ ચાલેલા ભીષણ એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓનો ખાતમો કરવા માટેનું ઓપરેશન મંગળવારે સાતમા દિવસાં પ્રવેશ્યું છે. આ ઓપરેશન અનંતનાગના ગડોલ જંગલ વિસ્તારમાં બુધવારથી ચાલી રહ્યું છે. ઓપરેશન ત્યારે શરૂ થયું હતું જ્યારે 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધૌનચક અને જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ હુમાયુ ભટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા દળો ગાઢ જંગલ વિસ્તારની દેખરેખ માટે ડ્રોન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં ઘણી ગુફા જેવા ઠેકાણાઓ છે જ્યાં બુધવારથી આતંકવાદીઓ છુપાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓ નાગરિક વિસ્તારોમાં પ્રવેશ ન કરે તે સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના ભાગરૂપે રવિવારે પાડોસી પોશ ક્રેરી વિસ્તારમાં સુરક્ષા કોર્ડન વધારી દેવામાં આવી હતી.