ગુરુ-શનિ થશે વક્રી, 23 નવેમ્બર સુધી ચાલશે ઊંધી ચાલ, જાણો કઈ રાશિઓને થશે લાભ

October 17, 2023

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ અને તેમનુ ગોચર મનુષ્યના જીવનમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. જ્યારે પણ ગ્રહ વક્રી અને માર્ગી થાય છે, તો તેમનો પ્રભાવ આપણા જીવનની ઘટનાઓ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ન્યાય અને કર્મફળ આપનાર શનિદેવ અને સમૃદ્ધિ તથા જ્ઞાનના પ્રતીક ગુરુ ગ્રહ વક્રી થઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ગુરુ 23 નવેમ્બર સુધી ઊંધી ચાલ ચાલશે. શનિની ઊંધી ચાલ 23 ઓક્ટોબર સુધી રહેશે. ગ્રહોના આ વક્રત્વની અસર દેશ-દુનિયા પર પડશે. જ્યારે ગ્રહ વક્રી થાય છે, તેમની સીધી અસર માનવ જીવન પર થાય છે. જાણો ગુરુ શનિના વક્રીના પ્રભાવથી કઈ રાશિઓને લાભ મળશે.

શનિ અને ગુરુ ક્યારે માર્ગી થશે

શનિ 04 નવેમ્બર 2023એ કુંભ રાશિમાં માર્ગી થઈ જશે અને તમામ રાશિઓને અસર કરશે જ્યારે દેવ ગુરુ 31 ડિસેમ્બરે માર્ગી થશે. ગુરુ 4 સપ્ટેમ્બરે સાંજે 07:40 પર મેષ રાશિમાં વક્રી થયા હતા.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો પણ શનિદેવ અને ગુરુ ગ્રહની વક્રી સ્થિતિનો ફાયદો ઉઠાવી શકે છે. આ સમયે તેમને આર્થિક સમૃદ્ધિ, નવા આવકના સ્ત્રોત, ધાર્મિક અને બિઝનેસ ટ્રિપ્સ અને પરીક્ષામાં સફળતા જેવી અનેક સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે શનિદેવ અને ગુરુ ગ્રહની વક્રી સ્થિતિ ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. ન માત્ર ધનની પ્રાપ્તિ પરંતુ નોકરી અને વેપારમાં પણ તેમને સફળતા મળી શકે છે. વાહન અને પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ સમય યોગ્ય હોઈ શકે છે.