કેટરિનાના સોશિયલ મીડિયા પર 7 કરોડ ફોલોઅર્સ થયા

January 24, 2023

Upમુંબઇ: કેટરિના કૈફના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા ૭૦ મિલિયન થઇ ગઇ છે. પોતાની આ ખુશી અભિનેત્રીએ એક તસવીર શેર કરીને જણાવી છે. આ સાથે જ કેટરિના હવે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર અને આલિયા ભટ્ટની હરોળમાં આવી ગઇ છે જેમણે ઇન્સ્ટાગ્રામ પર ૭૦ મિલિયન ફોલોઅર્સથી વધુ સંખ્યા મેળવી છે. કેટરિનાએ ેક સુંદર બિગ સ્માઇલ સાથે પોતાની તસવીર શેર કરી છે. તેણે પોતાના ફોલોઅરસ્ને ઇન્સ્ટા ફેમિલિ ગણાવ્યા છે. તેના ફોલોઅર્સે તેને આ  બાબતે વધામણી આપી છે. તસવીરમાં કેટરિના સફેદ ટી શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળે છે. તે પોતાના ઘરમાંથી પોઢ આપી રહી છે.તસવીરમાં તે ક્લિકિંગ પોઝમાં જોવા મળે છે.તેમજ તેના ચહેરા પર પણ સુંદર બિગ સ્માઇલ છે, તે પોતાના ફોલોઅર્સને આ સમાચાર જણાવતા આનંદ વ્યકત કરી રહી હોવાનુ ંજોવા મળે છે. કેટરિનાએ તસવીર સાથે શેર કરતાં લખ્યું છે કે,તેણે આઇઝ ઇમોજી મુકીને ૭૦ મિલિયન લખ્યું છે. તેણે આ સાથે કેમેરા અને સફેદ ઇમોજીસ પણ મુક્યા છે. આ ઉપરાંત તેણએ ઇન્સ્ટા ફેમિલિ તરીકે ઉલ્લેખ કર્યો છે. આ માટે તેને ઝોયા અખ્તર, દિગ્દર્શક વિજય ગાંગુલીએ તેને વધામણી આપતાં ઇમોજી શેર કર્યા છે. તો વળી તેના ફોલોઅર્સે પણ તેને વધાવીને તેના આનંદમાં વધારો કર્યો છે.