Breaking News :
ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા

IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે કરી બતાવ્યું, રચ્યો ઇતિહાસ!

May 09, 2026

ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સ (DC) ના ઓપનર કેએલ રાહુલે IPL ઈતિહાસમાં એક એવો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે આજ સુધી કોઈ બેટ્સમેન બનાવી શક્યો નથી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમાયેલી મેચમાં રાહુલે માત્ર 23 રનની ટૂંકી ઇનિંગ રમી હતી, પરંતુ આ ઇનિંગ સાથે તેણે એક ખાસ ક્લબ સ્થાપી દીધી છે.  કેએલ રાહુલ આઈપીએલના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેનો પૈકીનો એક છે. ઓપનિંગ હોય, વિકેટકીપિંગ હોય કે કેપ્ટનશીપ, તેણે દરેક ભૂમિકામાં પોતાની જાતને સાબિત કરી છે. શુક્રવારે (8 મે) અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે એક એવો રેકોર્ડ બનાવ્યો જે તેની સાતત્યતા (Consistency) અને ક્ષમતાનો પુરાવો આપે છે.
ત્રણ અલગ ફ્રેન્ચાઇઝી માટે 1000+ રન
કેએલ રાહુલ આઈપીએલ ઈતિહાસનો એવો પ્રથમ બેટ્સમેન બની ગયો છે જેણે ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઇઝી માટે 1000 કે તેથી વધુ રન બનાવ્યા હોય. તેની આ સફર આંકડાઓ રસપ્રદ છે. 
પંજાબ કિંગ્સ (PBKS): 2548 રન.
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): 1410 રન.
દિલ્હી કેપિટલ્સ (DC): 1006 રન.
રાહુલે માત્ર રનનો આંકડો જ પાર નથી કર્યો, પરંતુ તે દિલ્હી કેપિટલ્સ માટે સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે આ સિદ્ધિ માત્ર 23 ઇનિંગ્સમાં હાંસલ કરી છે. આ પહેલા દિલ્હી માટે આ રેકોર્ડ જેપી ડુમિની અને ઋષભ પંતના નામે હતો, જેમણે 35-35 ઇનિંગ્સ લીધી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. રાહુલની ઇનિંગ પાંચમી ઓવરમાં કાર્તિક ત્યાગીના સ્લોઅર બોલ પર સમાપ્ત થઈ હતી, જ્યાં કેમેરોન ગ્રીને તેનો કેચ પકડ્યો હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે વિપ્રજ નિગમ અને મુકેશ કુમારને તક આપી હતી.