કોહલીએ વડોદરામાં સર્જ્યો રેકોર્ડ! આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી પૂરા કર્યા 28,000 રન

January 12, 2026

વડોદરામાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં માત્ર 25 રન બનાવતાની સાથે જ વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28000 રન પૂરા કરી દીધા છે. કોહલીએ આ જાદુઈ આંકડો માત્ર 557 મેચની 624 ઈનિંગ રમીને હાંસલ કર્યો છે. આ સિદ્ધિ મેળવનારો તે દુનિયાનો માત્ર ત્રીજો ક્રિકેટર છે. આ પહેલા સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા આ રેકોર્ડ કરી ચૂક્યા છે. વિરાટ કોહલીએ શાનદાર અંદાજમાં પોતાની વનડે કરિયરની 77મી અડધી સદી(ફિફ્ટી) 44 બોલમાં પૂર્ણ કરી લીધી. ગિલ પણ ક્રીઝ પર હાજર છે. 22 ઓવર બાદ ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 131 રન છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ આજે(11 જાન્યુઆરી) વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા. ભારતને જીત માટે 301 રનનો ટાર્ગેટ આપ્યો છે. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની બેટિંગ આક્રામક જોવા મળી હતી. ડેરિલ મિચેલ 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ ભારતની ઈનિંગ શરૂ થઈ છે. જેમાં રોહિત શર્મા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. જોકે રોહિત શર્મા 26 રને આઉટ થયો હતો. ત્યારબાદ ગિલનો સાથ આપવા વિરાટ કોહલી આવ્યો. આ દરમિયાન વિરાટ કોહલીએ આ બે સિદ્ધિ હાંસલ કરી છે.
ભારતીય ક્રિકેટ ટીમ નવા વર્ષમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી છે અને તેઓ જીતની સાથે 2026 ની શરૂઆત કરવા જઇ રહી છે. આ ઉપરાંત વડોદરાનું કોટંબી સ્ટેડિયમ પણ પહેલીવાર મેન્સ ઇન્ટરનેશનલ મેચની મેજબાની કરી રહ્યું છે. જે આ મેદાન માટે એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. ન્યૂઝીલેન્ડની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. બેટર ડેવોન કોન્વે અને હેનરી નિકોલસ પહેલી વિકેટ માટે 117 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. આ પાર્ટનરશીપ દરમિયાન બંને ખેલાડીઓ 60-60 બોલમાં પોતાની અડધી સદી પુર્ણ કરી હતી. આ પાર્ટનરશિપ હર્ષિત રાણાએ તોડી અને હેનરીને આઉટ કર્યો હતો. નિકોલ્સે 8 ચોગ્ગાની મદદથી 69 બોલમાં પોતાના 62 રન પૂર્ણ કર્યા હતા. હર્ષિત રાણાએ ત્યારબાદ કોન્વેને પણ આઉટ કર્યો હતો. કોન્વેએ 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 67 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું. 28મી ઓવરે સિરાજે વિલ યંગની વિકેટ ઝડપી લીધી હતી. યંગ માત્ર 12 રન જ બનાવી શક્યો હતો.