'સિંઘમ અગેન' ફિલ્મનું ટ્રેલર લોન્ચ, ફેન્સ બોલ્યાં તૂટશે તમામ રેકોર્ડ, જાણો રિલીઝ ડેટ
October 08, 2024
રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સિંઘમ અગેન'ના ટ્રેલરની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આતુરતાનો અંત આવ્યો છે અને આજે 5 મિનિટનું લાંબુ 'સિંઘમ અગેન'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. અજય દેવગન, દીપિકા પાદુકોણથી લઈને જેકી શ્રોફ સુધીના 8 મોટા સ્ટાર્સને ચમકાવતી આ ફિલ્મ નવેમ્બરમાં દિવાળીના અવસર પર 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. દીપિકા પદુકોણ આ ટ્રેલરમાં લેડી સિંઘમ અને ટાઈગર શ્રોફ એસીપી સત્યા તરીકે જોવા મળી રહ્યો છે. બંને પાત્રો તેમના 'ગુરુજી' સિંઘમથી ખૂબ જ પ્રેરિત છે. જૂના સિંઘમ તરીકેના સિમ્બા (રણવીર સિંહ) અને સૂર્યવંશી (અક્ષય કુમાર) પણ આ ટ્રેલરમાં જોરદાર એન્ટ્રી કરતા જોવા મળ્યા છે. ધમાકેદાર મ્યુઝિક અને સ્ટંટથી ભરપૂર એન્ટ્રીઓ સાથે રોહિત શેટ્ટીએ ટ્રેલરમાં ચાહકોને ભરપૂર મનોરંજન આપવાનો પ્રયાસ કર્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, રામાયણ થીમ આધારિત પ્લોટમાં અજયનું પાત્ર ભગવાન શ્રી રામની જેમ તેની પત્નીને બચાવવા માટે પ્રવાસ કરવા પર આધારિત છે, તો ટાઈગર શ્રોફ લક્ષ્મણનું પાત્ર ભજવી રહ્યો છે. રણવીર આ વાર્તાનો હનુમાન છે અને અક્ષય જટાયુના રોલમાં છે. જેકી શ્રોફ અને અર્જુન કપૂરે પણ વિલનની ભૂમિકાથી લોકોને પ્રભાવિત કર્યા છે. 'સિંઘમ અગેન'નું ધમાકેદાર ટ્રેલર જોઇને ફેંસ તેની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. લોકો કઈ રહ્યા છે કે આ ફિલ્મ બધા રેકોર્ડને તોડી નાખશે. અને ઈતિહાસ રચી દેશે. 4 મિનીટ 58 સેકન્ડનું ટ્રેલર જોયા બાદ અક્ષય કુમારથી લઈને ટાઈગર શ્રોફ સુધી પૂરી સ્ટાર કાસ્ટના વખાણ થઇ રહ્યા છે.
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે...
02 December, 2025
ઘરેલુ હિંસામાં ફસાયેલા દિગ્ગજ ક્રિકેટરનો 'હોલ ઓફ ફ...
02 December, 2025
IPL 2026માં નહીં રમે દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલ,...
02 December, 2025
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા વેન્ટીલેટ...
02 December, 2025
સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ ટેક્સનો પ્રસ્તા...
02 December, 2025
પાકિસ્તાન ફરી ભડકે બળશે? 'ચલો અડિયાલા' હેઠળ ઈમરાન...
02 December, 2025
સંચાર સાથી એપ ડિલીટ કરી શકાશે, મોબાઈલમાં રાખવી જરૂ...
02 December, 2025
સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા મા...
02 December, 2025
રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર વખ...
02 December, 2025
મોબાઇલમાં ‘સંચાર સાથી’ પ્રિ-ઇન્સ્ટોલ કરાવવા પાછળ સ...
02 December, 2025