Breaking News :
ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયારી, મંત્રી બોલ્યા- અમારો દેશ 'પાકિસ્તાન' નથી યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્યો, રશિયાનો 660 ડ્રોન તોડી પાડવાનો દાવો અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શોના નામે સુરતના વેપારી સાથે રૂ. 1.41 કરોડની ઠગાઈ! ઉત્તર પ્રદેશમાં પંચાયતોની મુદ્દત પુરી છતાં સરપંચોને સત્તા આપવા નિર્ણય, હાઈકોર્ટ લાલઘૂમ કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી

રામચરણને ત્યાં ટ્વિન્સનો જન્મ, હોસ્પિટલમાં ટોળાં વચ્ચે ફસાયો

February 02, 2026

મુંબઈ: રામચરણની પત્ની ઉપાસનાએ એક પુત્ર તથા એક પુત્રી એમ ટ્વિન્સને જન્મ આપ્યો છે.  રામચરણના પિતા તથા પીઢ અભિનેતા ચિરંજીવીએ આ ખુશખબર ચાહકો સાથે શેર કર્યા હતા. જોકે, રામચરણ હોસ્પિટલમાં પત્નીને મળવા પહોંચ્યો ત્યારે ટોળાંએ ભારે ધક્કામુક્કી કરી મૂકી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ચિરંજીવીએ શનિવારે શેર કર્યું હતું કે  ઉપાસના એક દીકરો અને એક દીકરી એમ ટ્વિન્સની માતા બની છે. તે સાથે જ ચાહકો તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો દ્વારા અભિનંદનનો વરસાદ થયો હતો. રામચરણ રવિવારે સવારે તેની બે વર્ષની દીકરી ક્લિન કારા સાથે હોસ્પિટલમાં પત્ની ઉપાસનાને મળવા પહોંચ્યો હતો. જોકે, હોસ્પિટલની બહાર તેની ઝલક નિહાળવા માટે હજારોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તમામ સલામતી વ્યવસ્થાઓ પડી ભાંગી હતી. રામચરણે પોતાના હાથોમાં નાની દીકરીને માંડ માંડ સાચવી હતી. પોલીસ તથા સિક્યુરિટીએ ટોળાંને વિખેરવા જહેમત કરવી  પડી હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો પણ વાયરલ થયો છે અને ઓનલાઈન યૂઝર્સએ ટોળાંની ચેષ્ટાને વખોડી કાઢી છે. લોકોએ જણાવ્યું હતું કે તાજેતરમાં એકથી વધુ સેલિબ્રિટીઓ ટોળાંની આવી હરકતોનો ભોગ બની ચૂક્યા છે. પછી કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે દોષનો ટોપલો સેલિબ્રિટીને માથે ઓઢાડવામાં આવે છે.