શેરબજારમાં મહારાષ્ટ્ર ચૂંટણીની ઈફેક્ટ, સેન્સેક્સમાં 1290 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ રોકેટ
November 25, 2024
શેરબજારમાં આજે ખુલતાંની સાથે જ ધૂમ તેજી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટી સતત ગગડી રહ્યા હતા પરંતુ શુક્રવારે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જેના બાદ આજે સોમવારે નવા અઠવાડિયાની શરૂઆતમાં જ સેન્સેક્સ એકઝાટકે 1290 પોઇન્ટ ઉછળ્યો હતો.
મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજયની અસર દેખાતા સેન્સેક્સમાં મોટો ઉછાળો દેખાયો. અગાઉ 79117.11 પર બંધ થયા બાદ આજે ફરી એકવાર સેન્સેક્સ 80 હજારની સપાટી કૂદાવતા 80407.00 પોઇન્ટની સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ રોકેટ જેવી સ્થિતિ દેખાઈ હતી. નિફ્ટી અગાઉ 23907.25 પર બંધ થયો હતો જે આજે સોમવારે 24312.50 ની ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો. આજે નિફ્ટીમાં એકઝાટકે 405 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. જેનાથી રોકાણકારોને મોટો ફાયદો થયો હતો.
Related Articles
ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 10%થી વધુ ગ્રોથની નાણામંત્રીને આશા
ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 1...
Sep 27, 2026
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લ...
Sep 18, 2026
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સ...
Sep 08, 2026
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026