અમેરિકામાં અનેક રહસ્યમયી ડ્રોન દેખાતા ખળભળાટ, ટ્રમ્પ બાઈડેન પર વિફર્યા
December 14, 2024
અમેરિકાના ન્યૂ જર્સીમાં મોડી રાત્રે આકાશમાં રહસ્યમયી ડ્રોન દેખાતા હોબાળો થઈ ગયો હતો. ડ્રોન દેખાયા બાદ આખા અમેરિકામાં હલચલ થઈ ગઈ હતી. સેંકડો રહસ્યમયી ડ્રોન દેખાયા બાદ લોકોએ તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બાદમાં ન્યૂયોર્ક, પેન્સિલ્વેનિયા અને મેરીલેન્ડમાં પણ ડ્રોન દેખાયાની ખબર સામે આવી. ત્યારબાદ ખુદ નવનિયુક્ત ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. રહસ્યમયી ડ્રોન દેખાતા ઘણાં લોકોના મનમાં અનેક સવાલ ઊભા થયા હતાં.
રહસ્યમયી ડ્રોનને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે તો સીધું બાઇડેન સરકાર પર જ નિશાનો સાધ્યો હતો. સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ પર પોસ્ટ પણ કરી. તેઓએ પોસ્ટ કરતા લખ્યું, 'આખા દેશમાં રહસ્યમયી ડ્રોન દેખાવાની ખબર. શું આ ખરેખર આપણી સરકારની જાણકારી વિના થઈ શકે છે? મને નથી લાગતું! લોકોને અત્યારે જ જણાવો. નહીંતર, અત્યારે જ તેને પાડી દો!!!'
જોકે, વ્હાઇટ હાઉસની તરફથી પણ આકાશમાં ઉડી રહેલા રહસ્યમયી ડ્રોનને લઈને વ્હાઇટ હાઉસની વધતી ચિંતાઓ છતાં, વ્હાઇટ હાઉસે શુક્રવારે કહ્યું કે, 'હોમલેન્ડ સુરક્ષા વિભાગ, FBI અને રાજ્ય અને સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ કોઈપણ કથિત રહસ્યમયી ડ્રોન દેખાવલાની પુષ્ટિ કરવામાં સક્ષમ નથી.' મળતી માહિતી મુજબ, અમેરિકન સિક્રેટ સર્વિસે પુષ્ટિ કરી કે, 'હાલ ન્યૂ જર્સી અથવા ન્યૂયોર્કમાં અથવા તેની આસપાસ કોઈ ડ્રોન સંચાલિત નથી થઈ રહ્યાં.'
Related Articles
વડાપ્રધાન અને ગૃહમંત્રી રાજીનામું આપે: PM આવાસ નજીક ધરણાં પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
વડાપ્રધાન અને ગૃહમંત્રી રાજીનામું આપે: P...
Jul 21, 2026
રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો SITની પુનઃરચનાનો આદેશ, કહ્યું- રાજકારણ ના કરશો
રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટન...
Jul 20, 2026
સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક, દિલ્હી હાઈકોર્ટે પત્નીની માંગને ફગાવી
સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક,...
Jul 19, 2026
નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં 8ના મોત
નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં...
Jul 19, 2026
લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક બોલાવી
લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ...
Jul 19, 2026
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વ...
Jul 18, 2026
Trending NEWS
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026