2 મહિનામાં 2 દીકરા દેશ માટે શહીદ, આ પરિવાર પર તૂટ્યો આફતનો પહાડ, મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

July 10, 2024

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ગત દિવસોમાં આતંકીઓએ સેનાની ગાડી પર હુમલો કર્યો. આ હુમલામાં ભારતીય સેનાના 5 જવાન શહીદ થઈ ગયા અને લગભગ આટલા જ ઘાયલ છે. જે 5 સૈનિકોના મોત થયા તે તમામ ઉત્તરાખંડના છે. રાજ્ય આ શહાદત પર ગર્વ કરી રહ્યું છે તો બીજી તરફ સૈનિકોના પરિવારોમાં શોક પણ છે. આમાં એક પરિવાર એવો પણ છે જેમના બે પુત્ર બે મહિનાના અંતરે જ દેશ માટે શહીદ થઈ ગયા છે. ઉત્તરાખંડના ટિહરીમાં સ્થિત ડાગર ગામના એક પરિવારના બે પુત્ર બે મહિનાના અંતરમાં દેશ માટે શહીદ થઈ ગયા છે. તેમાંથી એક પુત્ર આદર્શ નેગી ગત સોમવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ તો બીજી તરફ બીજો પુત્ર અને આદર્શના પિતરાઈ ભાઈ મેજર પ્રણય નેગી ગત એપ્રિલમાં લેહમાં બીમારી સામે ઝઝૂમતાં શહીદ થઈ ગયાં હતાં. બંને પુત્રના જવાથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
કઠુઆમાં શહીદ થનાર જવાન આદર્શ નેગી વર્ષ 2018માં ગઢવાલ રાઈફલ્સમાં ભરતી થયા હતાં. તેમના પિતા ખેડૂત હતાં. જાણકારી અનુસાર આદર્શના માતા-પિતા લગ્ન માટે વાતચીત પણ કરી રહ્યાં હતાં પરંતુ પરિવાર એક પુત્રની શહાદતથી ઉભર્યો જ હતો કે બીજો પુત્ર પણ શહીદ થઈ ગયો. સ્થાનિક ધારાસભ્ય, રાજ્યના સીએમ પુષ્કર ધામીએ શહીદના પિતા અને પરિવારને સાંત્વના આપી છે.