મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
August 23, 2026
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું છે. તેમણે આ ડીલને દેશને 'ન યુદ્ધ, ન શાંતિ' જેવી હાલાકીમાંથી બહાર કાઢવાનો સૌથી ઉત્તમ રસ્તો ગણાવ્યો છે. રાષ્ટ્રપ્રમુખે સ્પષ્ટતા કરી છે કે, આ કરારમાં આત્મસમર્પણની કોઈ જોગવાઈ નથી અને ઈરાન આ મામલે પોતાના સુપ્રીમ લીડરની નીતિઓ મુજબ જ આગળ વધશે.
રાષ્ટ્રપ્રમુખ પેઝેશ્કિયાને આ કરારને દેશની આર્થિક સ્થિતિ સાથે જોડતા જણાવ્યું હતું કે, યુદ્ધ અને સંઘર્ષના કારણે ઈરાનમાં વિદેશી રોકાણ આવી શકતું નથી. અમેરિકા અને ઈઝરાયલ સાથેના સંઘર્ષ, કડક આર્થિક પ્રતિબંધો અને નૌકાદળની નાકાબંધીના કારણે ઈરાની અર્થતંત્રને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ, ઈરાનની સુપ્રીમ સિક્યુરિટી એજન્સીના નવા વડાએ કડક વલણ અપનાવીને ચેતવણી આપી છે કે, જો પાડોશી દેશો અમેરિકી પ્રતિબંધોનું સમર્થન કરશે તો ઈરાન વળતો પ્રહાર કરશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જૂન મહિનામાં હસ્તાક્ષર કરાયેલા આ કરાર (MoU) માં યુદ્ધ વિરામ અને પરમાણુ કાર્યક્રમ પર કરાર કરવા માટે 60 દિવસની સમયસીમા નક્કી કરવામાં આવી હતી. આ મુદત ગયા સપ્તાહમાં પૂરી થઈ ગઈ છે, પરંતુ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને વૈશ્વિક શિપિંગ માટે ફરીથી ખોલવા જેવા મુદ્દાઓ પર હજુ સુધી કોઈ મજબૂત સંમતિ બની શકી નથી. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધને 6 મહિના વીતી ચૂક્યા છે, જેના કારણે ઈરાનને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
Related Articles
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 7ના મોત
જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અ...
Oct 24, 2026
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભારતીય ઈજાગ્રસ્ત, અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક પાછા બોલાવ્યા!
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભા...
Oct 22, 2026
Trending NEWS
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026