Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ, શોધ શરૂ

September 02, 2025

ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર અચાનક ગુમ થઈ ગયું છે. એસ્ટિન્ડો એર કંપનીના હેલિકોપ્ટરે સોમવારે બોર્નિયો ટાપુ પરથી ઉડાન ભરી હતી, ત્યારબાદ ગુમ થતા સમગ્ર ટીમે શોધખોલ શરૂ કરી દીધી છે.

ઈન્ડોનિસાયી સમાચાર એજન્સી અંતરાના રિપોર્ટ મુજબ એરબેસ બીકે117 D3 મોડલનું હેલિકોપ્ટર ગુમ થયું છે. દક્ષિણ કાલિમંતન પ્રાંતના કોટાબારુ જિલ્લાથી મુસાફરોને લઈને જતું હેલિકોપ્ટર મધ્ય કાલિમંતના પાલતાંકરાયા શહેર જવાનું હતું, જોકે તેનો આઠ જ મિનિટમાં એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો છે.

રિપોર્ટ મુજબ, મુસાફરોના ભારતીય નાગરિક સંથા કુમાર પણ સામેલ હતો. શોધખોળ કરી રહેલી એજન્સીના પ્રમુખ આઈ પુતુ સુદયાનાએ કહ્યું કે, ‘અમે હેલિકોપ્ટર શોધવા માટે બે હેલિકોપ્ટર કામે લગાડ્યા છે.  વિવિધ એજન્સીઓના સ્થાનીક સ્વયંસેવકો અને 140 કર્મચારીઓ પણ શોધખોળ અભિયાનમાં જોડાયા છે. અમારી ટીમ 27 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જંગલ અને પહાડી વિસ્તારોમાં લાપતા હેલિકોપ્ટરની શોધ કરી રહી છે.