સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોને થઈ ઝેરી દવાની અસર, તમામને હોસ્પિટલ ખસેડાયા

April 09, 2025

ગુજરાતના સુરતના કપોદ્રામાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની દવા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.