અમરેલીમાં પુલની રેલિંગ કારની આરપાર ઘૂસી ગઈ, 5 લોકોનો ચમત્કારિક બચાવ

April 13, 2025

અમરેલી : રામ રાખે તેને કોણ ચાખે, આ વાક્યને સાર્થક કરતી ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામના પુલ પર કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં પુલની રેલિંગ કારની આરપાર ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર એક મહિલા સહિત 5 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાને પગલે વીજપડી રોડ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. 
સતાધારથી મહુવા તરફ જતા કારચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પુલની રેલિંગ કારની આરપાર નીકળી ગઈ હતી. અક્સ્માત જોતા ગામ લોકો માં ફફડાટ ફેલાયો હતો. લોકોના ટોળાં જોવા ઉમટી પડ્યા હતા. 
અકસ્માતની ઘટના વખતે કારમાં 5 લોકો સવાર હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ કારમાં સવારે લોકોને બહાર કાઢીને નજીકના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.