કેનેડામાં પુત્રનું મર્ડર થતાં પંજાબમાં માતાએ કરી આત્મહત્યા, માતા-પુત્રના સાથે થયા અંતિમ સંસ્કાર
July 30, 2023

- ગુરવિંદર નાથ નામનો યુવક બે વર્ષ પહેલા કેનેડા ભણવા ગયો હતો
- માતાએ ઘરની બહાર જઈને ઝેર પી લીધુ અને જીવનનો અંત આણ્યો
નવી દિલ્હી- હું તેને એકલો નહીં જવા દઉં... આ કહેવું એ 24 વર્ષના યુવકની માતાનું છે જેમનું છેલ્લા દિવસોમાં કેનેડામાં હુમલા બાદ મોત થઈ ગયુ હતું. પુત્રના મોતની ખબર મળતા જ માતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેમની આખી દુનિયા લૂંટાઈ ગઈ. પોતાના પુત્રનો મૃતદેહ ન જોવો પડે એટલા માટે માતાએ પુત્રનો મૃતદેહ ઘરે આવે એ પહેલા જ આત્મહત્યા કરી લીધી. એક તરફ માતાનો અને બીજી તરફ પુત્રનો મૃતદેહ. માતા-પુત્રના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ કિસ્સો પંજાબના શહીદ ભગત સિંહ નગર જિલ્લાના આઈમા ચહલ ગામનો છે.
ગુરવિંદર નાથ નામનો યુવક બે વર્ષ પહેલા કેનેડા ભણવા ગયો હતો. તે ટોરોન્ટોની લોયલિસ્ટ કોલેજમાં બિઝનેસનો અભ્યાસ કરતો હતો. પોતાના ખર્ચને પહોંચી વળવા માટે તે પાર્ટ ટાઈમ ડિલિવરી બોય બની ગયો અને પિઝાની ડિલિવરી કરવા લાગ્યો હતો.
9મી જુલાઈની રાત્રે મિસિસોગા શહેરમાં ડિલિવરી દરમિયાન તેમના પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તેની કાર પણ લૂંટી લીધી હતી. ગુરવિંદરને બાદમાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ઘણા દિવસોની સારવાર બાદ પણ તેને બચાવી ન શકાયો અને 14 જુલાઈના રોજ તેનું મૃત્યુ થઈ ગયુ હતું. ગુરવિંદરના મોટા ભાઈએ તેના મૃત્યુના સમાચાર પરિવારથી છુપાવવાનો પ્રયત્ન કર્યો અને તેમના પિતાનું ઈન્ટરનેટ પણ બ્લોક કરી દીધું જેથી તે ગુરવિંદરને ફોન ન કરી શકે.
આઈમા ચહલ ગામમાં દૂધની ડેરી ચલાવતા ગુરવિંદરના પિતા કૃષ્ણ દેવે જણાવ્યું કે મને મારી પત્નીની આત્મહત્યા બાદ ગુરવિંદરના મૃત્યુની જાણ થઈ. મેં આજે બધું ગુમાવી દીધુ છે. કૃષ્ણ દેવે કહ્યું કે મેં થોડા દિવસો પહેલા ગુરવિંદરને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મારું ઈન્ટરનેટ કામ નહોતું કરતું. તેમણે કહ્યું કે, ગુરવિંદરની માતા પાડોશી મહિલાઓને કહેતી હતી કે, જો મારા ગુરવિંદરને કંઈ થશે તો હું તેને એકલો નહીં જવા દઉં. કૃષ્ણ દેવે જણાવ્યું કે એક દિવસ ગુરવિન્દરની માતા નરિન્દર દેવી કપડાં સૂકવી રહી હતી આ દરમિયાન તેમણે કોઈકને વાત કરતા સાંભળી ગઈ કે, ગુરવિંદરની ડેડ બોડી આવી રહી છે. આ સાંભળ્યા બાદ તે પાગલ જેવી થઈ ગઈ અને પહેલા તેમણે વીજ કરંટથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં અમે તેને એકલી ન રહેવા દીધી પરંતુ ગુરુવારે તેણે ઘરની બહાર જઈને ઝેર પી લીધુ અને જીવનનો અંત આણ્યો હતો.
Related Articles
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા માગ, ખાલિસ્તાનીઓએ પરેડ યોજી, PM સામે ઉઠ્યા સવાલ
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા મા...
May 05, 2025
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
Trending NEWS

07 May, 2025