IPL 2024માં નવજોત સિંહ સિદ્ધુની એન્ટ્રી, આ ભૂમિકામાં મળશે જોવા

March 19, 2024

IPL 2024 શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી છે. IPL 2024 ની શરૂઆત 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી મેચથી થશે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પણ IPL 2024માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. IPL 2024 દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ એક નવી ભૂમિકામાં જોવા મળશે.

આઈપીએલ 2024 સીઝન-17 માટે કોમેન્ટ્રી કરવા માટે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજકારણી નવજોત સિંહ સિદ્ધુ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2014માં નવજોતે કોમેન્ટ્રી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં નવજોત સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીનો ભાગ છે, જ્યારે હવે સિદ્ધુ IPL 2024માં કોમેન્ટ્રી કરતા જોવા મળશે.

રાજકારણમાં આવ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ કોમેન્ટ્રી કરવાનું બંધ કરી દીધું હતું. જો કે, ચાહકોને આશા હતી કે સિદ્ધુ ભવિષ્યમાં ફરીથી કોમેન્ટ્રી કરતા જોવા મળશે. જે હવે થવા જઈ રહ્યું છે. સિદ્ધુ હવે IPL 2024 માટે કોમેન્ટ્રી ટીમના લાઇન-અપમાં જોડાયા છે. જેમાં હર્ષા ભોગલે, નિક નાઈટ, મેથ્યુ હેડન, લક્ષ્મણ શિવરામકૃષ્ણન, જેક્સ કાલિસ, કેવિન પીટરસન અને અન્ય સામેલ છે.