નવી નોકરી, આવકમાં વૃદ્ધિ અને સન્માનમાં વધારો: 2026માં આ મૂળાંકના જાતકો માટે સફળતાના યોગ
November 24, 2025
અંક જ્યોતિષ પ્રમાણે દરેક વર્ષ એક વિશેષ અંકથી પ્રભાવિત થાય છે અને તેના આધાર પર ઊર્જા, તક અને પરિવર્તનનો પ્રભાવ જોવા મળે છે. આગામી નવા વર્ષ 2026ની સંખ્યા કાઢીએ તો પરિણામ 1 આવે છે (2+0+2+6 = 10, પછી 1+0 = 1). અંક 1 નો સ્વામી ગ્રહ સૂર્ય છે, તેથી 2026ને સૂર્યનું વર્ષ માનવામાં આવી રહ્યું છે. સૂર્યનું વર્ષ 4 મૂળાંક વાળા માટે ખૂબ જ શુભ સાબિત થશે.
મૂળાંક 1
જે લોકોનો મૂળાંક 1 છે તેના માટે 2026 એક સુવર્ણ અવસર લઈને આવી શકે છે. આ વર્ષે પ્રમોશન, નવી નોકરી અથવા વ્યવસાયમાં વિસ્તારના અવસર મળી શકે છે. નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે અને લોકો તમારા અભિપ્રાય અને નિર્ણયોનું સન્માન કરશે. આવકમાં વૃદ્ધિના યોગ બનશે. આ સાથે જ નવી શરૂઆત માટે શુભ સમય આવશે. રાજનીતિ, વહીવટીતંત્ર, રક્ષા અને સરકારી ક્ષેત્રોમાં વિશેષ લાભ મળી શકે છે. પ્રેમ સબંધમાં મધુરતા વધશે. દાંપત્ય જીવનમાં પણ સહયોગ અને સન્માનની ભાવના સાથે આગળ વધશે.
મૂળાંક 3
વર્ષ 2026માં મૂળાંક 3ના જાતકોની બુદ્ધિ અને સર્જનાત્મકતા નવી ઊંચાઈએ પહોંચી શકે છે. શિક્ષણ, આધ્યાત્મિકતા, વિદેશી વેપાર અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને વિશેષ સફળતા મળી શકે છે. પ્રમોશનના સંકેત મળી રહ્યા છે. નવી સ્કીલ શીખવાના અને તકના દરવાજા ખુલશે. આર્થિક મજબૂત થશે. સંબંધોમાં સ્થિરતા અને સન્માન વધશે. સ્વાસ્થ્ય પણ સામાન્ય રીતે સારું રહેશે અને માનસિક ઉર્જામાં વધારો થશે.
મૂળાંક 5
વર્ષ 2026માં બુધ ગ્રહનો પ્રભાવ પણ મજબૂત રહેશે, તેથી આવનારું વર્ષ મૂળાંક 5ના જાતકો માટે વિશેષ પ્રગતિ લઈને આવશે. સંચાર, મીડિયા, ડિજિટલ સેક્ટર, માર્કેટિંગ, રિયલ એસ્ટેટ, ટ્રાવેલ અને બિઝનેસ કરતા જાતકોને સફળતા મળી શકે છે. નોકરીમાં ફેરફાર અથવા પ્રમોશનના યોગ બનશે. રોકાણથી લાભ થઈ શકે છે. નવા પ્રોજેક્ટ્સ સફળ થશે. અંગત જીવનમાં સારો સંવાદ અને સમજણ વધશે, જેનાથી સંબંધો મજબૂત થશે.
મૂળાંક 9
મંગળ ગ્રહના પ્રભાવ વાળા મૂળાંક 9ના જાતકો 2026માં વધુ આત્મવિશ્વાસપૂર્ણ અને નિર્ણાયક રહેશે. આ સમય વિશેષ રૂપે સંરક્ષણ, પોલીસ, રમતગમત, કાયદો, રિયલ એસ્ટેટ અને ટેકનોલોજી સેક્ટરમાં કામ કરતા લોકો માટે શુભ છે. ધન લાભ અને સંપત્તિ પ્રાપ્તિના યોગ બનશે. સાહસિક નિર્ણયોથી મોટી સફળતા મળશે. કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ થશે. પારિવારિક વાતાવરણ શાંત અને સહયોગપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધો પણ મજબૂત થશે.
Related Articles
આજે વિવાહ પંચમી: દુર્લભ રાજયોગના કારણે આ 5 રાશિના જાતકો પર થશે પ્રભુ શ્રીરામની વિશેષ કૃપા!
આજે વિવાહ પંચમી: દુર્લભ રાજયોગના કારણે આ...
Nov 25, 2025
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો 'ધર્મ ધ્વજ
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં...
Nov 21, 2025
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષ...
Nov 10, 2025
30 વર્ષ બાદ શનિ-શુક્રની યુતિ, 2026માં ત્રણ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
30 વર્ષ બાદ શનિ-શુક્રની યુતિ, 2026માં ત્...
Nov 10, 2025
રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિના જાતકોને ફળદાયી નીવડશે! ધન લાભ થવાની શક્યતા
રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિના જ...
Nov 08, 2025
દેવ દિવાળીએ બનશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ થવાની શક્યતા
દેવ દિવાળીએ બનશે દુર્લભ સંયોગ, આ રાશિના...
Nov 04, 2025
Trending NEWS
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
25 November, 2025