કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વળાંક:મહેસાણાના ત્રણ શખસોએ 60 લાખ લઇ ટેક્સીથી અમેરિકા પહોંચાડવાની ખાતરી આપી હતી

May 04, 2023

મહેસાણા : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર થોડા મહિના અગાઉ કેનેડા ફરવા ગયો હતો, જ્યાં બોર્ડર ક્રોસ કરી પરિવાર ગેરકાયદેસર અમેરિકામાં ઘુસવા જતા નદીમાં બોટ પલટી
મારતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા, જે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ ઘટનામાં મહેસાણાના જ ત્રણ શખ્સોએ ચૌધરી પરિવાર પાસે 60 લાખ લઇ ટેક્ષીમાં અમેરિકા મોકલી આપવાની બાંહેધરી
આપી આપી હતી,જોકે, બાદમાં ફોલસાવીને નદી મારફતે મોકલતાં પરિવારનો માળો વિખેરાઇ ગયો હતો. જે મામલે મૃતક પરિવારના મોભીના ભાઇએ વસાઈ પોલીસમાં ત્રણ શખ્સઓ સામે ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર કેસમાં મૃતકના ભાઈએ વસાઈ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વિજાપુર તાલુકાના વડાસણા ગામનો નિકુલસિંહ વિહોલ, વડાસણા ગામનો સચિન ગજેન્દ્રસિંહ વિહોલ અને વિસનગર તાલુકાના દઢીયાળ
ગામના અર્જુનસિંહ ચાવડાએ ભેગા મળી માણેકપુરાના મારા ભાઇના પરિવારને 60 લાખમાં અમેરિકા કેનેડા બોર્ડર ક્રોસ કરાવવા ડિલ ફિક્સ કરી હતી. જેમાં આરોપીઓએ મારા ભાઇના પરિવારને કેનેડાથી અમેરિકા ટેક્ષી
મારફતે બોર્ડર ક્રોસ કરાવવાની વાત કરી હતી. જોકે, બાદમાં હોડીમાં હેસાડી ફોલસાવીને કોઈ સમસ્યા નહિ સર્જાય તેવો વિશ્વાસ અપાવી હોડી મારફતે બોર્ડર ક્રોસ કરાવતા સમયે ખરાબ મોસમમાં હોડી પલટી મારી હતી. જેના
કારણે મારા ભાઇના પરિવારનો માળો વિખાઇ ગયો છે. વસાઇ પોલીસે મૃતકના ભાઇની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામના ખેતીનો વ્યવસાય કરતા 60 વર્ષીય પ્રવીણભાઈ વેલજીભાઈ ચૌધરી પોતાની પત્ની ચૌધરી દક્ષાબેન (ઉંમર 45), વિધિબેન ચૌધરી (ઉંમર 23) અને મિતકુમાર ચૌધરી
(ઉંમર 20) 3 ફેબ્રુઆરીએ આખો ચૌધરી પરિવાર પોતાના ગામથી કેનેડા જવા નીકળ્યો હતો. કેનેડાના ટોરેન્ટો ગયેલો પરિવાર 15 દિવસ બાદ ગામડે રહેતા પરિવારના અન્ય સભ્યોથી સંપર્ક વિહોણા બન્યો હતો. જ્યારે 1
એપ્રિલે સોશિયલ મીડિયાથી પરિવારને અમેરિકાની સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જતા ભારતીય 4 વ્યક્તિનાં મોત અંગેના સમાચાર મળ્યા હતા. જે બાદ તપાસ કરતા આ ચૌધરી પરિવાર હોવાનું સામે આવ્યું. જ્યારે 1 એપ્રિલની
સાંજે કેનેડા ચૌધરી સમાજના લોકોના વોટ્સએપમાં પણ ફોટા ફરતા થતા અને 2 એપ્રિલે (આજે) કેનેડાથી ખબર પડી કે પરિવારના 4 સ