હોંગકોંગ અને ચીનમાં કોરોનાની એન્ટ્રી પછી યુએસમાં નવા વેરિએન્ટ એનબી ૧.૮.૧ ની વૃધ્ધિ

May 27, 2025

વોશિંગ્ટન : હોંગકૉગમાં કોરોનાના એક નવા વેરિએન્ટની એન્ટ્રી પછી અમેરિકામાં પણ કોવિડ-૧૯ ના એક વેરિએન્ટની ઓળખ થઇ છે જેનું નામ એનબી ૧.૮.૧ છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર એનબી ૧.૮.૧માં માણસની કોશિકાઓને જોડવાની ક્ષમતા વધારે હોય છે. આથી તે વધારે સંક્રમક બની શકે છે. અમેરિકાની આરોગ્ય સેવા સંસ્થા સીડીસીની માહિતી અનુસાર અમેરિકાના હવાઇ અડ્ડાઓ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં જોવા મળ્યો છે. એશિયાના કેટલાક ક્ષેત્રોમાં કોવિડ-૧૯ના મામલોમાં વૃધ્ધિને એનબી ૧.૮.૧ સાથે જોડવામાં આવે છે. ચીનમાં કોવિડ-૧૯નાં ગંભીર બિમારીની ટકાવારી ૩.૩ ટકા વધીને ૬.૩ ટકા થઇ છે.ચીની હોસ્પિટલોમાં વાયરસથી પ્રભાવિત પોઝિટિવ દર્દીઓવી સંખ્યાની ટકાવારી ૭.૫ ટકા વધીને ૧૬.૨ ટકા થઇ છે. આ ઉપરાંત તાઇવાનમાં કોવિડ-૧૯ના કારણે હોસ્પિટલમાં ભર્તી થનારાની સંખ્યામાં ૭૮ ટકા જેટલો વધારો થયો છે. હોંગકોંગ હોસ્પિટલમાં ભરતી થનારાની સંખ્યા ૧૨ મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઇ છે. અહીંયા સાર્વજનિક વાહન વ્યહવાર અને ભીડભાડવાળી જગ્યા પર ફરી માસ્ક પહેરવાનો આગ્રહ રાખવામાં આવી રહયો છે. એનબી ૧.૮.૧ માણસની કોશિકાઓને જોડવાની વધુ ક્ષમતા ધરાવે છે પરંતુ વધુ સંક્રમણ ફેલાવે તેવી વર્તમાનમાં કોઇ સાબીતી મળી નથી. વેરિએન્ટના લીધે બીમારી ગંભીર થઇ શકે છે. અમેરિકામાં ઓળખાયેલા કોવિડ-૧૯ના નવા કેસ મુખ્ય રીતે નવ દેશમાંથી આવનારા પ્રવાસીઓમાંથી આવ્યા હોવાનું મનાય છે જેમાં ચીન, જાપાન, વિયેતનામ, દક્ષિણ કોરિયા, તાઇવાન, થાઇલેન્ડ, ફ્રાંસ, નેધરલેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે.  એરપોર્ટ પર ૨૨ એપ્રિલથી ૧૨ મે દરમિયાન લેવામાં આવેલા સેમ્પલ પરથી ધ્યાનમાં આવ્યું હતું. આ નવા મામલામાં અમેરિકામાં કોવિડ-૧૯ પોઝિટિવ પરિક્ષણોમાં કોઇ વૃધ્ધિ થઇ નથી.નવીનતમ આંકડા અનુસાર વાયરસની ઓળખ માટેના પરીક્ષણ સ્વાબમાં ૧૨ ટકા જેટલો ઘટાડો થયો છે. એનબી ૧.૮૧ વેરિએન્ટની સંક્રમિત લોકો દ્વારા કેટલાક વાયરસના પહેલા સ્ટ્રેનના કેટલાક લક્ષણોથી અલગ છે. આમ શરુઆતના લક્ષણોમાં તાવમાં વધઘટ, પરસેવો અને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થાય છે. અન્ય વેરિએન્ટની જેમ આમાં પણ ગળામાં ખારાશ, ખાંસી,નાક વહેવું અને હળવો તાવ જેવા લક્ષણો જોવા મળે છે.