નિજ્જર હત્યાકાંડ: કેનેડાએ કયા આધારે ભારત પર આરોપ લગાવ્યો, US રાજદ્વારીનો ખુલાસો

September 24, 2023

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને આ દિવસોમાં ભારત અને કેનેડા વચ્ચે તણાવ છે. PM જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો છે જ્યારે ભારતે તેના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.  હવે એક ટોચના અમેરિકન રાજદ્વારીનું કહેવું છે કે જસ્ટિન ટ્રુડો પાસે આ પ્રકારના આરોપો લગાવવાનું ખાસ કારણ હતું.

અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે ફાઈવ આઈઝ એલાયન્સ સાથે ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી. આ કારણસર કેનેડાના પીએમએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાના વાંધાજનક આક્ષેપો કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન રાજદ્વારીએ શનિવારે આ વાત કહી હતી.

કેનેડામાં અમેરિકી એમ્બેસેડર ડેવિડ કોહેને કહ્યું છે કે, ફાઇવ આઇઝ પાર્ટનર્સ સાથે સામાન્ય ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી. ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય સરકારી એજન્ટોની સંડોવણીના આરોપો લગાવ્યા હતા.