એઆઈને સક્ષમ કરતી શોધ માટે બે વિજ્ઞાનીઓને નોબેલ પારિતોષિક
October 09, 2024

સ્ટોકહોમ : આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)માં બે પાયોનીયર જોન હોપફીલ્ડ અને જ્યોફ્રી હિન્ટનને ઉદ્યોગો અને દૈનિક જીવનમાં ક્રાંતિ લાવનાર મશીન લર્નિંગમાં તેમના ફાળા માટે ફીઝીક્સમાં ૨૦૨૪નું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે. તેમના કાર્યએ આધુનિક એઆઈમાં મહત્વના ઘટક આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરી હતી. એનો ઉપયોગ ચહેરાની ઓળખ અને ભાષાંતર જેવા ક્ષેત્રોમાં કરવામાં આવે છે. એઆઈના ગોડફાધર તરીકે ઓળખાતા હિન્ટન ટોરન્ટોની યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે જ્યારે હોપફીલ્ડ પ્રિન્સટન યુનિવર્સિટી ખાતે પ્રોફેસર છે.નોબેલ કમિટીએ જણાવ્યું કે હોપફિલ્ડ અને હિન્ટને આંકડાકીય ભૌતિકશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ એઆઈ પદ્ધતિઓ વિકસાવવા માટે કર્યો જે મશીનોને મોટા ડેટા સેટમાં પેટર્નને ઓળખવા અને સહયોગી યાદો તરીકે કાર્ય કરવા સક્ષમ બનાવે છે. રોયલ સ્વીડીશ એકેડમી ઓફ સાયન્સીસના સભ્ય એલેન મૂન્સે જણાવ્યું કે તેમના કાર્યએ સંશોધન ઉપરાંત લોકોના વપરાશમાં આવતી દૈનિક ટેકનોલોજીને પણ પ્રભાવિત કર્યા છે.જો કે મશીન લર્નિંગના ઝડપી વિકાસ સાથે તેના નૈતિક વપરાશ અને સંભવતિ જોખમો બાબતે સવાલો પણ ઉપસ્થિત થયા છે. મૂન્સે જણાવ્યું કે એઆઈનો ઉપયોગ તમામના લાભ માટે જવાબદારીપૂર્વક થાય તે સમાજે સુનિશ્ચિત કરવું પડશે. હિન્ટને પોતે પણ આ ચિંતાઓને સમર્થન આપ્યું હતું અને સીસ્ટમો માનવી બૌદ્ધિક ક્ષમતાથી આગળ નીકળી જાય અને નિયંત્રણ બહાર જતી રહેવાની સંભાવના જેવા એઆઈના જોખમો બાબતે છૂટથી બોલવા ગૂગલમાં પોતાના પદનો ત્યાગ કર્યો હતો.એઆઈના ભાવિ વિશે ચિંતિત હોવા છતાં હિન્ટને નોબેલ પારિતોષિક મળવા પર આશ્ચર્ય અને આભાર વ્યક્ત કર્યા હતા. તેમણે આગાહી કરી હતી કે એઆઈનો સમાજ અને સંસ્કૃતિ પર ગાઢ પ્રભાવ પડશે. તેમણે એઆઈની ઔદ્યોગિક ક્રાંતિ સાથે સરખામણી કરીને તેનાથી ઉત્પાદન તેમજ આરોગ્ય સંભાળમાં સુધારો થવાની અપેક્ષા રાખી હતી.લગભગ એક કરોડ સ્વીડીશ ક્રોનરના રોકડ સહિતનું નોબેલ પારિતોષિક નોબેલ વિજેતાઓને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ આપવામાં આવશે.
Related Articles
આસિમ મુનીર વરદી પહેરેલો લાદેન, પેન્ટાગોનના પૂર્વ અધિકારીએ જ ઉઠાવ્યા અમેરિકાની નીતિ પર સવાલ
આસિમ મુનીર વરદી પહેરેલો લાદેન, પેન્ટાગોન...
Aug 12, 2025
'બે જ મિનિટમાં હું સમજી જઈશ કે ડીલ થશે કે નહીં?', પુતિન સાથે મુલાકાત પહેલા ટ્રમ્પની બડાઈ
'બે જ મિનિટમાં હું સમજી જઈશ કે ડીલ થશે ક...
Aug 12, 2025
અમેરિકામાં લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ, મુસાફરોએ માંડ માંડ બચાવ્યો જીવ
અમેરિકામાં લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાન...
Aug 12, 2025
જો કોઈ ગેરકાયદેસર રીતે બ્રિટન આવશે અટકાયતમાં લેવાશે : કીર સ્ટાર્મર
જો કોઈ ગેરકાયદેસર રીતે બ્રિટન આવશે અટકાય...
Aug 12, 2025
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ PM મોદી સાથે ફોન પર કરી વાત
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ PM મોદી...
Aug 12, 2025
Trending NEWS

79માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન દ્વા...
13 August, 2025

ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિક અપ અ...
13 August, 2025

છૂટક ફુગાવામાં રેકોર્ડ બ્રેક ઘટાડો, 8 વર્ષમાં સૌથી...
13 August, 2025

સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાન...
12 August, 2025

બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કે...
12 August, 2025

'124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા...
12 August, 2025

'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા...
12 August, 2025

કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુ...
12 August, 2025

'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે',...
12 August, 2025

'કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં...', અહેમદ...
12 August, 2025