યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
August 28, 2026
ઓસ્લો : યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષે નિધન થયું હતુ. નોર્વેના કીંગ હેરાલ્ડ પાંચમાનું ૮૯ વર્ષે નિધન થયું. શુક્રવારે નોર્વેના રોયલ પેલેસે આ જાહેરાત કરી હતી. ૧૯૯૧માં તેઓના પિતા કિંગ ઓલેવ પાંચમાના નિધન પછી તેઓ ગાદીપતિ થયા.
ઓસ્લો નજીક એસ્કરમાં ૧૯૩૭માં તેઓનો જન્મ થયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે તેઓ માત્ર ૩ વર્ષના જ હતા. ૧૯૪૦માં નાઝી જર્મનીએ નોર્વે ઉપર કબ્જો જમાવ્યો તે પૂર્વે તેઓનાં માતૃશ્રીએ તેઓને તથા તેમનાં બંને બહેનો રેંગ્લીડ અને એસ્ટ્રીકને લઈ યુ.એસ. ચાલ્યાં ગયા હતા. ૧૯૪૫માં હીટલરના પતન પછી તેઓ નોર્વે પાછાં ફર્યાં હતાં. તેઓના દાદા અને પિતા શ્રી જેવો યુદ્ધ દરમિયાન બ્રિટન પહોંચી ગયા હતા. તેઓ પણ નોર્વે પાછા ફર્યા હતા.
૧૯૪૫માં તેઓ નોર્વેની પબ્લિક સ્કૂલમાં ભણ્યા પછી મીલીટરી કોલેજમાં ભણ્યા અને પછી ઓક્સફર્ડમાંથી માસ્ટર્સની ડીગ્રી મેળવી. તેઓ યુરોપની કોઈ રાજકુમારીને બદલે સ્કૂલ-ડેઝનાં સ્વીટ-હાર્ટ એક વ્યાપારીનાં પુત્રી સોન્જા હેરાલ્ડ સેન સાથે પરણ્યા. (ઓગસ્ટ ૨૯, ૧૯૬૮) તેઓને બે સંતાનો છે. ક્રાઉન પ્રિન્સ હાકોન અને પ્રિન્સેસ માર્યા લૂઈઝે. તેઓ વાસ્તવમાં ઈંગ્લેન્ડના રાજવીની જેમ કોન્સ્ટીટયુશનલ-મોનાર્ક હતા. તેઓ ખૂબ સારા રમતવીર પણ હતા. 'ઓલ-ફોર-નોર્વે' તે રાજ કુટુમ્બનો મોટો બની રહ્યો છે. નોર્વેને સમૃદ્ધ કરવામાં તેઓનું માર્ગદર્શન મહત્વનું બની રહ્યું હતું. ઓઈલ અને ગેસ દ્વારા તથા શિપ બિલ્ડીંગ દ્વારા નોર્વેનું અર્થતંત્ર તરતું રહ્યું છે. તેઓ હોડી સ્પર્ધામાં ઘણો રસ લેતા હતા. સને ૧૯૮૭માં યોજાયેલી ઓલિમ્પિક્સમાં તેઓ જોઓટ (હોડી)ના કેપ્ટન હતા.
Related Articles
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડેનમાર્ક સાથેની ડીલ અંગે ફોડ પાડ્યો
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડે...
Sep 19, 2026
H-1B વિઝા અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકો આપ્યો, ભારતીયોની નોકરી પર આફત, 1 લાખ ડૉલર ફી યથાવત્
H-1B વિઝા અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકો આ...
Sep 19, 2026
ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન 'આત્મઘાતી બ્લાસ્ટ', 15 લોકોના મોત
ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન 'આત્મઘાત...
Sep 18, 2026
5 જ વર્ષમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેવો વિનાશ થશે!, ગૂગલના ટોચના AI વૈજ્ઞાનિકનું રાજીનામું
5 જ વર્ષમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેવો...
Sep 15, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026