હિઝબુલ્લાહના દરેક આતંકવાદીઓની હવે ખેર નહીં', ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં પ્રવેશ કર્યો
October 01, 2024

હિઝબુલ્લાના નેતા નસરાલ્લાહની હત્યા કર્યા બાદ હવે ઇઝરાયલી દળો લેબેનોનમાં ઘુસી ગયા છે. ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનોનમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું હતું. આ ગ્રાઉન્ડ ઓપરેશન ઇઝરાયેલમાં સ્થાનિક સમય અનુસાર રાત્રે 10 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ કેટલાક વિડિયોઝમાં લેબનીઝ સૈનિકો ઈઝરાયેલની સરહદ પરથી હતી જતાં જોવા મળી હતી.
મહત્વનું કહી શકાય કે, લેબનીઝ આર્મીને બોર્ડરથી ઓછામાં ઓછા 5 કિમી દૂર ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઇઝરાયેલી આર્મીએ સવારે 4.32 વાગ્યે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે થોડા કલાકો પહેલા IDFએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદી ઠેકાણાઓ અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવીને ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે.
ઈઝરાયેલે સ્પષ્ટપણે કહ્યું છે કે આ કાર્યવાહી સચોટ ગુપ્ત માહિતીના આધારે મર્યાદિત, સંપૂર્ણપણે સ્થાનિક અને લક્ષિત ભૂમિ દરોડા છે. આ વિસ્તારો સરહદની નજીકના ગામોમાં હાજર છે અને ઉત્તર ઇઝરાયેલ માટે ખતરો છે. મળતી માહિતી અનુસારમ, ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના આદેશ પર સેનાએ સીરિયાની રાજધાની દમાસ્કસ પાસે ઈરાન સમર્થિત મિલિશિયા પર પણ બોમ્બમારો કર્યો છે.
Related Articles
અમેરિકાનો ઈરાની એટમી ઠેકાણા પર બોમ્બમારો:- ફોર્ડો સહિત 3 પરમાણુ ઠેકાણા નષ્ટ કર્યા
અમેરિકાનો ઈરાની એટમી ઠેકાણા પર બોમ્બમારો...
Jun 22, 2025
પરિસ્થિતિ કાબૂમાં નથી રહી : અમેરિકાના ઈરાન પર હુમલા બાદ UNને ચિંતા પેઠી
પરિસ્થિતિ કાબૂમાં નથી રહી : અમેરિકાના ઈર...
Jun 22, 2025
અમેરિકાએ B2 બોમ્બર વિમાન દ્વારા 'બંકર બસ્ટર' ઝીંકી ઈરાનમાં મચાવી તબાહી
અમેરિકાએ B2 બોમ્બર વિમાન દ્વારા 'બંકર બસ...
Jun 22, 2025
'રેડ લાઇન ના વટાવશો', UNSCમાં બધા દેશોની સામે ચીનની ઈઝરાયલને કડક શબ્દોમાં ચેતવણી
'રેડ લાઇન ના વટાવશો', UNSCમાં બધા દેશોની...
Jun 21, 2025
ચીને પહેલીવાર બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથે ત્રિપક્ષીય બેઠક યોજી, ભારત માટે કેમ ચિંતાનો વિષય?
ચીને પહેલીવાર બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથે...
Jun 21, 2025
વિશ્વમાં ઉથલપાથલ વચ્ચે પુતિનની ભારત સાથેના સંબંધો અંગે મોટી જાહેરાત, ઓઈલ-ગેસ પર ફોકસ
વિશ્વમાં ઉથલપાથલ વચ્ચે પુતિનની ભારત સાથે...
Jun 21, 2025
Trending NEWS

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025