હવે Appleમાં પણ કર્મચારીઓ છટણીનો શિકાર, સોફ્ટવેર ટીમમાંથી 200 એન્જિનિયરને હાંકી કાઢ્યા
August 22, 2026
મળતી માહિતી મુજબ, એપલ પોતાની 'ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ એક્સપિરિયન્સ' ટીમના કર્મચારીઓની પણ છટણી કરી રહી છે. આ ટીમ કંપનીના સોફ્ટવેર એન્જિનિયરિંગ વિભાગનો એક મહત્ત્વનો ભાગ છે અને ડિવાઇસ પર કેટલાક AI ફીચર્સ માટે જવાબદાર છે. કંપનીએ ગેમિંગ પર ફોકસ્ડ 'વિઝન પ્રો' ટીમને મોટા ભાગે બંધ કરી દીધી છે. એકંદરે કંપનીએ 200 લોકોની છટણી કરી છે, જેમાં વિઝન પ્રો ઓર્ગેનાઈઝેશનમાંથી 100 અને સિરી તેમજ અન્ય સોફ્ટવેર ટીમોમાંથી 100 જેટલા લોકોને હટાવવામાં આવ્યા છે. એપલ પોતાના વોઇસ આસિસ્ટન્ટ સિરીને સંપૂર્ણપણે નવું રૂપ આપી રહ્યું છે. જૂનું સિરી આર્કિટેક્ચર હવે નવા AI ને સંભાળવા માટે સક્ષમ રહ્યું નથી. હવે કંપનીને એવા કોડિંગ એક્સપર્ટ્સની જરૂરિયાત છે, જેઓ નવી જનરેટિવ AI નું કામ જાણતા હોય. આ કારણોસર જૂની ટીમમાંથી 100 પદો ઘટાડીને નવી AI-કેન્દ્રિત ભૂમિકાઓ ઊભી કરવામાં આવી રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ફેરફાર યુઝર્સને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે છે. કંપની પ્રભાવિત કર્મચારીઓને એપલમાં જ અન્ય જગ્યાએ અરજી કરવાની તક આપીને મદદ કરવા પ્રતિબદ્ધ છે. રિપોર્ટ અનુસાર, 3 લાખ રૂપિયાથી વધુની ભારેખમ કિંમત અને વજનના કારણે વિઝન પ્રો ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે. વધુમાં, તેના માટે 3D ઇમર્સિવ વીડિયોના એક-એક એપિસોડ પાછળ લાખો ડોલરનો જંગી ખર્ચ થતો હતો. ઓછા યુઝર બેઝના કારણે આ પ્રોજેક્ટ કંપની માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો હતો. આર્થિક નુકસાન અટકાવવા એપલે પોતાની ઇન-હાઉસ ગેમિંગ અને વીડિયો પ્રોડક્શન ટીમને પણ અત્યંત નાની કરી દીધી છે.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026