હવે અમેરિકામાં 'મફત રેવડી' કલ્ચર, ચૂંટણીમાં જીતીશું તો દરેક નાગરિકને 4.2 લાખ આપવાનું ટ્રમ્પનું વચન
September 10, 2026
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે મહત્ત્વપૂર્ણ નિવેદનોને કારણે રાજકીય અને આર્થિક ક્ષેત્રે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ તેમણે અમેરિકન નાગરિકોને પાંચ હજાર ડૉલરનું ડિવિડન્ડ આપવાનું વચન આપ્યું છે, તો બીજી તરફ ઈરાન સાથેના યુદ્ધના કારણે વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવ મિડટર્મ ચૂંટણી સુધી નીચે નહીં આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ બંને નિવેદનો અમેરિકાની અર્થવ્યવસ્થા અને રાજકારણ સાથે સીધા જોડાયેલા છે.
કોઈ સફળ કંપની પોતાના શેરધારકોને જે રીતે કેશ ડિસ્ટ્રિબ્યુશન આપે છે, તેવી જ રીતે અમેરિકાની આર્થિક સફળતાનો લાભ પહોંચાડતા ડોનાલ્ડ ટ્રમ્પે દરેક પુખ્ત નાગરિકને પાંચ હજાર ડૉલર (આશરે ₹4.2 લાખ) ડિવિડન્ડ રૂપે આપવાની જાહેરાત કરી છે. શરત એ છે કે જો રિપબ્લિકન પાર્ટી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેની ચૂંટણી જીતી જાય તો આ યોજના અમલમાં આવશે. આ પ્રસંગે તેમણે ગત વર્ષે સૈન્ય જવાનોને આપવામાં આવેલા 1775 ડૉલરની પણ યાદ અપાવી હતી, જેમાં તેમણે અમેરિકાની આઝાદીના વર્ષ સાથે જોડવા માટે પોતાની તરફથી એક ડૉલર ઉમેરીને રકમ 1776 ડૉલર કરી દીધી હતી.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર હુમલાઓના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જેને પગલે જુલાઈ પછી પ્રથમવાર કિંમતો 100 ડૉલરને વટાવી ગઈ છે. આ સ્થિતિને લઈને ટ્રમ્પે સ્વીકાર્યું છે કે આ યુદ્ધની અસરોને કારણે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ મિડટર્મ ચૂંટણી અગાઉ નીચે આવે તેવી સંભાવના નહિવત્ છે.
શરૂઆતમાં આ સંઘર્ષ માત્ર કેટલાક જ અઠવાડિયામાં ખતમ થઈ જશે તેવો દાવો કરનાર ટ્રમ્પનું આ યુદ્ધ હવે સાતમાં મહિનામાં પહોંચી ગયું છે. ડલ્લાસ ખાતેના રિપબ્લિકન મિડટર્મ કન્વેન્શનમાં પ્રસ્થાન કરતા પૂર્વે પત્રકારો સમક્ષ તેમણે એવું જણાવ્યું હતું કે ચૂંટણી પૂરી થતા જ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ જશે, છતાં આ પ્રક્રિયામાં ચૂંટણીના સમયગાળા કરતાં થોડો વધુ સમય અવશ્ય લાગી શકે છે. આ સાથે તેમણે એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો કે ચૂંટણી પૂરી થતાં જ ઈરાન વધુ સમય સુધી ટકી ન શકવાને કારણે આખરે પીછેહઠ કરવા માટે મજબૂર થઈ જશે.
Related Articles
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને...
Oct 17, 2026
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો...
Oct 17, 2026
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રા...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026