હવે વિમાનને ઉડાવવાની ધમકી આપી ને તો...ભરવો પડશે લાખ અને કરોડોમાં દંડ

December 18, 2024

આપણે સમાચારોમાં અત્યારે જોઇએ છીએ કે ફ્લાઇટમાં બોમ્બ હોવાની અનેકવાર ધમકીઓ મળે છે. ક્યારે ચાલુ ફ્લાઇટે તો ક્યારેક ફ્લાઇટ શરૂ થવાની જ હોય તે પહેલા. આવા અસંખ્ય કિસ્સા સામે આવ્યા છે.. ત્યારે હવે જો એરલાઇન્સ કે એરપોર્ટ્સને જો બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવો ફેક કોલ કર્યો તો તેમનું હવે આવી જ બન્યું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવે આવુ કરવા બદલ દંડની જોગવાઇમાં સુધારો કર્યો છે.

મહત્વનું છે કે એરલાઇન્સ અને એરપોર્ટને બોમ્બની ધમકી આપતા નકલી કોલ કરનારા બદમાશોને 'નો ફ્લાય લિસ્ટ'માં મૂકવામાં આવશે. આ સાથે તેમના પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ લગાવવામાં આવશે. જો કોઈ સંસ્થાને નકલી ધમકીઓ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે, તો દંડ 1 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નકલી કોલની શ્રેણી બાદ દંડની જોગવાઈ કરવા એરક્રાફ્ટ (સુરક્ષા) નિયમો 2023માં સુધારો કર્યો છે. આ ફેરફાર પાછળનું કારણ આ વર્ષે મોટી સંખ્યામાં મોકલવામાં આવેલી ધમકીઓ છે. સમયાંતરે આવી અફવાઓ ફેલાવવાથી લોકોને ઘણી અસુવિધાઓનો સામનો કરવો પડે છે અને તેનાથી લોકોમાં ગભરાટનો માહોલ પણ સર્જાય છે.