કારોબારના ત્રીજા દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી વધીને ખુલ્યા

October 09, 2024

ભારતીય શેરબજાર આજે એટલે કે, 09 ઑકટોબર બુધવારે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ગઈકાલે પણ માર્કેટ 673 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. અગાઉ ગઈકાલે એટલે કે 8 ઑક્ટોબરે સેન્સેક્સ 584 પૉઇન્ટના વધારા સાથે 81,634ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 217 પોઈન્ટ વધીને 25,013ના સ્તર પર બંધ થયો.

આ દરમ્યાન બીએસઈ સ્મોલ કેપ 1,322 પોઈન્ટ વધીને 55,439 ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 ઉપર અને 11 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 36 ઉપર અને 14 ડાઉન હતા. મીડિયા સેક્ટરમાં સૌથી વધુ 3.11%નો વધારો થયો હતો.