અમદાવાદમાં વધુ એક ક્રૂર હત્યા, મેઘાણીનગરમાં 8 લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો

August 23, 2025

અમદાવાદ : અમદાવાદના મેઘાણીનગરમાં એક યુવાનની જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ સાતથી આઠ જેટલા ઈસમોએ જૂની અદાવતને કારણે યુવકનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પાઈપ તથા તીક્ષ્ણ હથિયારો વડે તેને માર મારી હત્યા કરી હતી. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આરોપીઓ યુવક પર હુમલો કરતા સ્પષ્ટ જોઈ શકાય છે.

મૃતક યુવકની ઓળખ નીતિન પટણી તરીકે થઈ છે અને તેનું કાગડપીઠ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આરોપીઓ દ્વારા મેઘાણીનગર વિસ્તારમાં જાહેરમાં જ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આ મામલે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે.