વન નેશન, વન ઈલેક્શન: સમર્થનમાં 269, વિરોધમાં 198 મત, બિલ JPCને મોકલાયું
December 17, 2024
‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાયું હતું. આ બિલને 'બંધારણ (129મો સુધારો) બિલ 2024' નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતાં જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો.
પરચી મતદાન થયા પછી સ્પીકર ઓમ બિરલાએ પરિણામો જાહેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'જ્યારે પણ ઈલેક્ટ્રોનિક મતદાન થાય છે ત્યારે જો તેમાં કંઈ યોગ્ય ન હોય તો જ પરચીની માગ કરી શકો છે. હાલ આ બિલની તરફેણમાં 269 મત અને વિરોધમાં 198 મત પડ્યા છે.' લોકસભામાં વન નેશન, વન ઈલેક્શન બિલ પર મતદાન થયા બાદ તેને જેપીસીને મોકલવામાં આવ્યું છે. હાલમાં લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે આ બિલ મુદ્દે મતદાન શરુ કરાયું. આ બિલની તરફેણમાં 220 અને વિરુદ્ધમાં 149 મત પડ્યા છે, જ્યારે કુલ 369 સભ્યે મતદાન કર્યું છે. આ બિલ માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ થઈ રહ્યું હોવાથી વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમને વાંધો હોય તો પરચી આપીને પણ મતદાન કરી શકો છો.
બીજી તરફ, વિપક્ષના હોબાળા વચ્ચે મતદાન પહેલા કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવા માટે પણ પ્રસ્તાવ મૂક્યો હતો.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષને શાંત પાડતાં કહ્યું હતું કે, ‘આ બિલ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવશે. તેમાં તમામ પક્ષના સભ્યો હશે અને આ મુદ્દે વ્યાપક ચર્ચા કરશે. આ બિલ આવે તે પહેલા પૂરતો સમય અપાશે, તમે ઇચ્છો એટલા દિવસ ચર્ચા કરી શકો છો.’
Related Articles
વડાપ્રધાન અને ગૃહમંત્રી રાજીનામું આપે: PM આવાસ નજીક ધરણાં પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
વડાપ્રધાન અને ગૃહમંત્રી રાજીનામું આપે: P...
Jul 21, 2026
રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો SITની પુનઃરચનાનો આદેશ, કહ્યું- રાજકારણ ના કરશો
રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટન...
Jul 20, 2026
સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક, દિલ્હી હાઈકોર્ટે પત્નીની માંગને ફગાવી
સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક,...
Jul 19, 2026
નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં 8ના મોત
નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં...
Jul 19, 2026
લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક બોલાવી
લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ...
Jul 19, 2026
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વ...
Jul 18, 2026
Trending NEWS
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026