પહેલગામ ફરવા ગયેલા સુરતના એક વ્યક્તિનું મોત

April 22, 2025

જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યા હતા, જેમાં 27 લોકોના મોત થયાની આશંકા છે. જેમાં એક ગુજરાતના સુરતના એક યુવકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જમ્મી કાશ્મીર ફરવા ગયેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવકનું મોત નિપજ્યું છે. સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા શૈલેષ કલાઠિયાનું પહેલગામ આતંકી હુમલામાં કરુણ મોત નિપજ્યું છે. શૈલેષ કલાઠિયા હાલમાં ફેમેલી સાથે મુંબઈમાં રહેતો હતો. જ્યારે 3 ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.