સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ
August 21, 2025
અમદાવાદ : અમદાવાદ શહેરશહેરના પૂર્વમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીના મૃત્યુની ઘટના બાદ આજે સવારે મોટી સંખ્યામાં સ્થાનિકો-વાલીઓએ ઉગ્ર વિરોધ સાથે તોડફોડ કરતા અને શિક્ષકો-સ્ટાફ સાથે મારામારી કરતા સ્થિતિ ભારે વણસી હતી. હવે વાલીઓ-સ્થાનિકોથી માંડી વિવિધ સંગઠનોના આક્રોશને જોતા સ્કૂલમાં કલાસરૂમ શિક્ષણ થઈ શકે તેમ ન હોઈ ડીઈઓએ સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ આપ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓને નહીં બોલાવાય અને ઓનલાઈન શિક્ષણ થશે.
અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સેવન્થ સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ આપ્યો છે.જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી સ્કૂલને કલાસરૂમ શિક્ષણ ન કરવા અને વિદ્યાર્થીઓને સ્કૂલે ન બોલાવવા માટે સૂચના અપાઈ છે. ડીઈઓ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને લેટર લખીને જણાવ્યુ છે કે હાલની સ્થાનિક પરિસ્થિ અને વાલીઓના આક્રોશને જોતા પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શક્ય નથી.જેથી જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે.
આ ઉપરાંત શહેર ડીઈઓ દ્વારા પોલીસ કમિશનરને પણ પત્ર લખીને જણાવ્યું છે કે સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત વિના પ્રત્ય શૈક્ષણિક કાર્ય શક્ય નથી. જેથી વિદ્યાર્થીઓના હિતને ઘ્યાને રાખી ઓનલાઈન શિક્ષણ માટેસ્કૂલને જાણ કરાઈ છે. ઉપરાંત ઓનલાઈન શિક્ષણ અને અન્ય કામગીરી માટે સ્કૂલમાં આવનારા શિક્ષકો તેમજ સ્ટાફની સુરક્ષાને ઘ્યાને રાખી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત આપવામા આપવામા આવે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026