અમેરિકામાં મસ્કનો વિરોધ, વિચિત્ર પોસ્ટર વાયરલ

March 12, 2025

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક હાલમાં ચર્ચાઓમાં રહે છે. ક્યારેક ઇનોવેશન અને ટેકનોલોજીને કારણે તો ક્યારેક તેમના સ્પષ્ટવક્તા નિવેદનો અને રાજકીય વલણને કારણે. પરંતુ આ વખતે મસ્કને ડોનાલ્ડ ટ્રમ્પ તરફના ઝુકાવને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

અમેરિકન સોશિયલ મીડિયાની દુનિયામાં એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. ન્યુ યોર્ક શહેરમાં લગાવવામાં આવેલા આ પોસ્ટરમાં કૂતરા માલિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના પાલતુ ડોગનો  કચરો નજીકના સાયબરટ્રકમાં ફેંકી દે. એટલું જ નહીં, પોસ્ટરમાં એવું પણ લખ્યું છે કે જો તમે એલન મસ્ક જુઓ છો, તો તેના ચહેરા પર ડોગ વેસ્ટ ફેંકી દો.

ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, એલોન મસ્ક સામે વિરોધનું સૌથી મોટું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની નિકટતા છે. અમેરિકાના લોકો માને છે કે મસ્ક અને વ્હાઇટ હાઉસ વચ્ચે વધતી જતી નિકટતા તેમના વ્યવસાયને સરકારી ફાયદા સુધી પહોંચાડી શકે છે. જેના કારણે લોકોમાં નારાજગી વધી રહી છે.